GSTV
Home » News » રિયલ લાઇફમાં આટલી ગ્લેમરસ છે TVની આ ‘સંસ્કારી બહુ’, Photos જોઇને ધબકારો ચૂકી જશો

રિયલ લાઇફમાં આટલી ગ્લેમરસ છે TVની આ ‘સંસ્કારી બહુ’, Photos જોઇને ધબકારો ચૂકી જશો

ટીવી એક્ટ્રેસ વીભા આનંદે શૉ બાલિકા વધુથી ડેબ્યૂ કર્યુ હતુ. આ શૉએ તેને બુલંદીએ પહોંચાડી દીધી. તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ શૉથી ઘર-ઘરમાં તે જાણીતી બની. તેના સિંપલ અને સ્વીટ કેરેક્ટર સુગનાએ લોકોનું દિલ જીતી લીધું. વીભા મોટાભાગે ટીવી પર સંસ્કારી વહુના કિરદારમાં નજરે આવી છે પરંતુ રિયલ લાઇફમાં તે ઘણી ગ્લેમરસ છે.

તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ, ક્લાસી અને સ્ટનિંગ તસવીરોથી ભરેલું છે. રિયલ લાઇફમાં તે ઘણી ગ્લેમરસ છે. તેના ફોટોઝને ખૂબ પસંદ કરવામાં આવે છે.

વીભાને પોતાના લુક્સ સાથે એક્સપિરિમેન્ટ કરવું પસંદ છે. તે હેરડોથી ડિફરન્ટ મેકઅપ ટેક્નિક્સ યુઝ કરે છે. તેની તસવીરો તેનો પુરાવો છે.

2014માં વીભાએ પોતાના બ્રેકઅપ વિશે ખુલીને વાતચીત કરી હતી. વીભાએ જણાવ્યું હતું કે કેવી રીતે તેણે મૂવઓન કર્યુ. જણાવી દઇએ કે તે એક્ટર રોહિત પુરોહિત સાથે રિલેશનશીપમાં હતી.

એક ઇન્ટરવ્યુંમાં તેણે જણાવ્યું કે હવે આ મારા ભૂતકાળનો એક હિસ્સો છે. હું તેમાંથી બહાર આવી ચુકી છુ. તેનાથી મને બિલકુલ ફરક નથી પડતો. હવે હું મારી લાઇફમાં સારી બાબતો જોઉ છું. જે પણ થાય છે તે સારા માટે થાય છે.

જણાવી દઇએ કે વીભા આનંદે બાલિકા વધૂ બાદ લાલ ઇશ્ક, કૈસી હૈ યારિયા, કેરી : રિશ્તા ખટ્ટા-મીઠા, શ્રી, સુખ બાય ચાન્સ, સંસ્કાર લક્ષ્મી, યે હૈ આશિકી, બેગૂસરાય જેવા શૉમાં નજરે આવી ચુકી છે.

વીભા એક  શૉર્ટ ફિલ્મમાં પણ નજરે આવી ચુકી છે. આ શૉર્ટ ફિલ્મનું નામ છે-કપ ઑફ ટી.

Read Also

Related posts

અજીબોગરીબ કાયદા છે આ દેશના, ક્યાંક જોગિંગ ઉપર પ્રતિબંધ તો ક્યાંક જીન્સ ઉપર પ્રતિબંધ

Nilesh Jethva

પાકિસ્તાનથી મોકલવામાં આવી રહ્યાં છે કોન બનેગા કરોડપતિના નામ પર મેસેજ, રહોં સાવધાન

Kaushik Bavishi

ભાજપના નેતાઓએ ટ્વિટર પર બદલી પ્રોફાઈલ પિક્ચર, Howdy Modi માટે કરી આ અપીલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!