GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

પુરુષ જ નહી, મહિલાઓમાં પણ વધી રહી છે ટાલિયાપણાની સમસ્યા, જાણો કેવી રીતે રાખશો ધ્યાન?

તમે અત્યાર સુધી જોયુ હશે કે, પુરુષોમાં ટાલિયાપણાની સમસ્યા હોય છે પરંતુ આજકાલ મહિલાઓમાં પણ તેની સંભાવના વધી રહી છે. વધતી ઉંમર, તણાવ, પ્રદૂષણ અને બીમારીઓના કારણે અમુક મહિલાઓના વાળ એટલી હદ સુધી ખરે છે કે, તેમનામાં ટાલિયાપણાની સમસ્યા થાય છે. જોકે, રોજ-બરોજના જીવનમાં વાળની થોડી કેર કરીને આ સમસ્યાનો ઘટાડો કરી શકાય છે.

વાળ ખરવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ

પ્રદૂષણ, પોષક તત્વોની કમી અને યોગ્ય દેખભાળ ન કરવાની સાથે સાથે મહિલાઓમાં વાળ ખરવાનું સૌથી મોટું કારણ સ્ટ્રેસ છે. મહિલાઓ હંમેશા નાની-નાની વાતોને લઈને પરેશાન થઈ જાય છે, જેને કારણે વાળ ખરવા લાગે છે.

શું કરવું?

સૌથી પહેલાં તો દરેક નાની નાની વાતોએ પરેશાન થવાનું બંધ કરી દો. તેના સિવાય દિવેલ, નારિયેળ, ક્લોંજી અને કેસ્ટર ઓઈલને મિક્સ કરીને વાળમાં માલિશ કરો. સાથે જ દરરોજ મેડિટેશન અને યોગા પણ કરો.

કેન્સર પણ છે વાળ ખરવાનું કારણ

મહિલાઓમાં ટાલિયાપણાનું બીજું સૌથી મોટું કારણ છે કેન્સર. શોધ મુજબ, ભારતમાં સૌથી વધારે મહિલાઓ બ્રેસ્ટ, સર્વાઈકલ, ટિશ્યૂ અથવા ગર્ભાશયનાં કેન્સર સામે ઝઝૂમી રહી છે. તેના ટ્રીટમેન્ટ માટે કીમોથેરાપી આપવામાં આવે છે. જેનાંથી બોડીમાંથી બધા જ સેલ્સ નીકળી જાય છે. અને વાળ ખરવા લાગે છે. જોકે, ટ્રીટમેન્ટ બાદ ધીમે ધીમે વાળ પાછા આવી જાય છે.

હોર્મોન્સના કારણે પણ પડે છે ટાલ

મહિલાઓનાં વાળ ખરવા અને ટાલિયાપણાનું સૌથી મહત્વનું કારણ હોર્મોનલ લેવલ અસંતુલિત હોવાનું છે. જે માનસિક તાણ, ઓબેસિટી અને જંક ફૂડનું વધારે સેવનથી થાય છે. જે મહિલાઓમાં પીસીઓડીની સમસ્યા છે, તેમને પણ આ સમસ્યા વધારે થાય છે.

શું કરશો?

ઉપચાર તરીકે સારી અને પુરતી ઉંઘ લો, કોઈ પણ પ્રકારનાં ગેજેટ્સથી દૂર રહો, ખાસકરીને મોબાઈલથી. હેર કલર, સ્ટ્રેટનિંગ અને કોઈ પણ પ્રકારનાં કેમિકલ હેર ટ્રીટમેન્ટ કરાવવાથી બચવું જોઈએ.

જરૂરી છે પ્રોટીન ડાયટ

તમે જે પણ ખાવ તેની અસર ફક્ત શરીર પર જ નહી પરંતુ વાળ અને ત્વચા પર પણ થાય છે. એવામાં જરૂરી છેકે, તમારા ડાયેટમાં વિટામીન્સ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા-6 ફેસી એસિડથી ભરપુર હોય. સાથે જ ડાયટમાં લીલા શાકભાજી, દૂધ, ઈંડા,ફણગાવેલાં ચણા, મગની દાળ, માછલી, દાળો અને કઠોળ, ડેરી પ્રોડ્કટસ, એક મુઠ્ઠી નટ્સ લો.

હવે તમને થોડા ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવીશું

  • બટાકા, ડુંગળી અને આદુનો રસ અને મધ મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો. અડધા કલાક બાદ હર્બલ શેમ્પૂથી વાળને સારી રીતે થોઈ લો, સપ્તાહમાં ઓછામાં ઓછું 3 વાર આવું કરવાથી ફરક દેખાશે
  • ઓલિવ અને કેસ્ટર ઓઈલ મિક્સ કરો, હવે રાત્રે સૂતા પહેલાં તેનાથી વાળમાં મસાજ કરો. બાદમાં સવારે ઉઠીને ધોઈ લો, તેનાથી વાળ ખરવાની સમસ્યા જ દૂર નહી થાય પરંતુ ખોડાની સમસ્યાથી પણ છૂટકારો મળશે.
  • મધમાં પિસેલું કપૂર અને જૈતૂનનું તેલ મિક્સ કરીને સ્કેલ્પ પર લગાવો. 30 મિનીટ બાદ માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વાર આ પૅક લગાવો.

READ ALSO

Related posts

અમદાવાદના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં થશે ચાઇનીઝ પ્રોડક્ટનો ઉપયોગ, ચીની કંપની સાથે થયો છે અધધ કરોડનો કોન્ટ્રાક્ટ

Bansari

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!