કલોલ વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે.કેન્દ્રીય ચૂંટણી કમિશ્નરને પત્ર લખ્યા બાદ આજે રૂબરુ ગાંધીનગર પહોંચી ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. કલોલ પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે,પોલીસ વાળા કોંગ્રેસ કાર્યકર્તા અને આગેવાનોને ધમકાવી કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેવા ધમકી આપી રહ્યા છે. સરકારી તંત્રનો દૂર ઉપયોગ કરી વેપારીઓ અને બિલ્ડરોને પણ ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કરાયો છે.