GSTV

કેટલાક મિત્રોની ત્યાં ઓફિસ હતી બાકી અમારો ઇરાદો બિલ્ડીંગ સળગાવવાનો હતો : ધ બાલા સાહેબ ઠાકરે

તો શિવસેના બની ચૂકી હતી. મુંબઇમાં બાલ ઠાકરેનું વર્ચસ્વ વધી રહ્યું હતું. આરએસએસની માફક શિવસેના પોતાના દરકે મોહલ્લામાં શાખાઓ ખોલવા માંડી હતી. જેના કારણે આર.એસ.એસને તગડી કોમ્પટિશન મળી રહી હતી. એ પછી શરૂ થઇ ગલીઓની રાજનીતિ, આંદોલન, નેટવર્કિંગ, પંચાયતો, ભાષણો, મુંબઇની બોલી. પાણી-વિજળી માટેની લડાઇ, ભાડે મકાન રાખેલા માલિક સાથે માથાકૂટ, સત્તામાં ઘુસી ગયેલો ભ્રષ્ટાચાર, ઘર અને પરિવારની લડાઇ. બધુ ખત્મ થવા લાગ્યું. મુંબઈ જેમ બદલવા લાગ્યું તેમ ત્યાંની રાજનીતિ પણ બદલાવા લાગી. એટલે કે પોતાના વિસ્તારમાં દલાલી, પંચાયત, જજ-આરોપી, ડૉક્ટરી આવું બધુ શિવ સૈનિકો કરવા માંડ્યા. જે અત્યાર સુધી સાઉથ ઇન્ડિયનો કરતા હતા.  હિન્દુઓના તહેવારો જે મુંબઇમાં મનાવવામાં આવતા હતા, પણ જે ધામધૂમ જોવા નહોતી મળતી તે ધામધૂમ હવે જોવા મળી રહી હતી. ધીમે ધીમે થતા શિવસેનાની રીતસરની સેના ઉભી થઇ ગઈ. પોતાના સેનાપતિના ઇશારા પર કોઇ પણ કંઇ પણ કરવા માટે તૈયાર હતા. અને સેનાપતિ હતા બાલા સાહેબ ઠાકરે. આમ કહો કે રાજા હતા. શિવસૈનિક હોવાનો સૌથી મોટો અર્થ હતો કોઇ પોસ્ટ કે જગ્યા લેવાની નથી. આ એક સ્ટેટ ઓફ માઇન્ડ છે. મારપીટ એ તેમની નજરોમાં મારપીટ નથી પણ એક પ્રકારનો ન્યાય છે. એ સમયે નોબલ પ્રાઇઝ વિનર વી એસ નાયપોલ અને જૂલિયા એકર્ટ જેવા લેખકોએ શિવસેનાની કાબેલિયતને પોતાના પુસ્તકોમાં સ્થાન આપ્યું છે. હવે ત્યારની સ્થિતિ પરથી સીધા બાલ ઠાકરે પર આવીએ. બાલ ઠાકરેની ત્યારે સૌથી મોટી ખાસિયત વાંચ્યા વિના ભાષણ દેવાની હતી. એ બોલતા એ સામાન્ય લોકોની ભાષા હતી. ફિલ્મોના ડાઇલોગનો ઉપયોગ કરતા હતા. મુદ્દો સાઇડમાં રહી જતો હતો અને વાતને ક્યાંથી ક્યાં લઇ જતા હતા. આજ તેમના ભાષણની ખાસિયત હતી. જે મુંબઇગરોના દિલની આરપાર નીકળી જતી હતી. ધીમે ધીમે બાલ સાહેબમાં લોકોને તારણહાર દેખાવા લાગ્યો.

શિવસેનાની વિવિધ રાજ્યો સામે રાજનીતિ

19 જૂન 1966માં શિવસેના બની હતી. કોંગ્રેસના રાજમાં જન્મેલ બેરોજગારી મુદ્દો ત્યારે ન હતો. મહત્વનો મુદ્દો હતો મદ્રાસી લોકોની નોકરીઓનો. બાલ ઠાકરે માટે મદ્રાસી એ હવે પ્રાચીન શબ્દ હતો. એ તેમને યૂડું ગૂંડુ કહેતા હતા. વીકલિ કાર્ટુન માર્મિકમાં આ તમામ વસ્તુઓને છાપવામાં આવતી હતી. મદ્રાસીઓ પર કટાક્ષ કરવામાં આવતો હતો. બીજા નંબરે હતા ગુજરાતીઓ. ગુજરાતીઓ સાથે તેમને પહેલાથી બની નહીં. જ્યારે મહારાષ્ટ્ર માટે લડાઇ થઇ રહી હતી ત્યારે બોમ્બે સ્ટેટના ચીફ મિનિસ્ટર મોરારજી દેસાઇએ પોલીસ એક્શન લીધુ હતું. જેમાં 105 લોકોના મૃત્યું થયા હતા. ચર્ચગેટ પાસે આવેલ હુતાત્મા ચોકમાં તેમની જ ખાંભીઓ છે. અત્યારે તો આરક્ષણ પસાર થઇ ગયું પણ ત્યારે સૌથી પહેલા બાલા સાહેબ ઠાકરેએ મરાઠીઓ માટે 80 ટકા આરક્ષણ રાખવાની માંગ કરી હતી. આ સિવાય રાજ્યસરકારના દ્વારા પણ 80 ટકા આરક્ષણની માંગ કરવામાં આવી હતી, જેમાં RBI, SBI, Insurance, Air India, Railways તમામને ધમકી આપવામાં આવી. દરેક દિશાઓમાં અફવા ફેલાવા લાગી કે સાઉથ ઈન્ડિયન લોકોની એપ્લિકેશન ફાડી અને ફેંકી દેવામાં આવે છે. તેમની હવે મુંબઇની બિલ્કુલ જરૂર નથી.

પહેલીવાર ધરપકડ

1967માં ઠાકરેએ નવકાલ ન્યૂઝ પેપર બહાર પાડ્યું. તેમાં લખ્યું કે ઇન્ડિયામાં હિટલરની જરૂર છે. તેનાથી સંતોષ ન થયો તો 1969માં શિવસેનાએ દબાયેલા મહારાષ્ટ્ર અને કર્ણાટકની બોર્ડરનો મુદ્દો ઉઠાવ્યો. મહારાષ્ટ્રની સરકારે આ વખતે પહેલી અને છેલ્લી વખત બાલા સાહેબ ઠાકરેની ધરપકડ કરી. ઠાકરેની ધરપકરડ થતાની સાથે જ મહારાષ્ટ્રમાં દંગા થઇ ગયા. 69 લોકો મર્યા, 250 ઘાયલ થયા, 151 પોલીસના પણ મૃત્યું થયા. સૌથી વધારે ભયંકર ઘટના તો ત્યારે બની જ્યારે પોલીસે બાલા સાહેબને અરજ કરવા માટે જવું પડ્યું કે, ‘દંગા રોકી લો.’ દંગા એક સપ્તાહ સુધી ચાલ્યા. ઠાકરેએ પોતાના લોકોને રોકી લીધા. આ છેલ્લી વખત હતું જ્યારે ઠાકરેના લોકોએ બોર્ડરને લઇ દંગા કર્યા હતા. પણ કેવું કહેવાય ત્યારે બાલા સાહેબના ઇશારા પર બધુ ચાલતું હતું. મુખ્યમંત્રી અને રક્ષામંત્રાલય તો હાસ્યામાં ધકેલાઇ ગયા હતા.

કમ્યુનિસ્ટ વિરૂદ્ધ બાલા સાહેબ

30 ઓક્ટોબર 1966. દશેરાનો સમય હતો. ઓફિશ્યલી રૂપથી શિવસેનાની પહેલી રેલી હતી. જેમાં ઠાકરેએ કમ્યુનિસ્ટોની સામે બેબાક ભાષણ આપ્યું. જે પછી પરેલની દલવી બિલ્ડિંગમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનું હેડક્વાટર હતું. શિવસેનાએ ડિસેમ્બર 1967માં એ બિલ્ડિંગ તોડી નાખ્યું. ભયાનક હુમલો થયેલો. કાર્યકર્તાઓને ખૂબ પીટ્યા. ઠાકરેએ ત્યારે કહી દીધું કેટલાક મિત્રોની ત્યાં ઓફિસ હતી નહીં તો અમારો ઇરાદો બિલ્ડીંગ સળગાવવાનો હતો. એ પછી કોમ્યુનિસ્ટ પાર્ટીના ધારાસભ્ય કૃષ્ણા દેસાઇની હત્યા થઇ ગઈ. આઝાદી બાદ મુંબઇમાં થયેલી આ પહેલી રાજનીતિક હત્યા હતી. જેના કારણે દેશ સનનન થઇ ગયો. પણ બાલા સાહેબની હરકત બાદ કોમ્યુનિસ્ટોએ લડાઇનો ત્યાગ કરી દીધેલો.

તો ગુજરાતી મારવાડીઓની કત્લ થઇ જાત

શિવસેનાનું એવું માનવું હતું કે બોમ્બેમાં ગુજરાતી અને મારવાડીના કત્લ થઇ જાત, જો ત્યારે શિવસેના નહોત. મારવાડીઓ ફક્ત પૈસા બનાવવાનું જાણતા હતા લડવાનું નહીં. ઠાકરેએ ફરી હિન્દુ મુસ્લિમ મુદ્દાઓ પર બોલવાની શરૂઆત કરી દીધી. એ સમયે ઠાકરે એ કહ્યું કે, ‘જેને જે કરવું હોય તે કરી લે.’ 1970માં ઠાકરેએ પોતાનો અસલી રંગ દેખાડ્યો. ભિવંડીમાં શિવ જયંતીની યાત્રા ચાલી રહી હતી. રસ્તાને લઇને દંગલ થયું અને દંગલ દંગામાં પલટી ગયું. ફરી ઠાકરે નિશાના પર આવી ગયા.

પોલિટિક્સમાં એન્ટ્રી

ઠાકરે શરૂઆતમાં પોલિટીક્સને ગાળો ભાંડતા હતા. કહેતા હતા હું તો કાર્ટુનિસ્ટ છું નેતાઓ સાથે રહેવું મને ન ફાવે. જોકે 1967માં લોકસભાની ચૂંટણી થઇ. શિવસેના પોતે તો ન લડી પણ મુંબઇની સીટો પર હરાવવાનું કામ જરૂર કર્યું. ઠાકરેની નજર પર પૂર્વ રક્ષામંત્રી વી કે કૃષ્ણ મેનન હતા. જે મુંબઈના નહોતા, બહારના હતા. કોમ્યુનિસ્ટ હતા. બીજી તરફ જ્યોર્જ ફર્નાન્ડિઝ પણ હતા. ફર્નાન્ડિઝને હરાવવા માટે શિવસેનાએ એસ કે પાટીલને ઉભા કર્યા. અને પાછળથી સપોર્ટ કરવામાં આવ્યો. હવે ધીમે ધીમે ઠાકરેને રાજનીતિનો ચસ્કો લાગી રહ્યો હતો. 1967માં ઠાણે મ્યુનિસિપલ ચૂંટણી થઇ અને શિવસેનાએ 40માંથી 17 સીટો જીતી લીધી. 1968માં બોમ્બે મ્યુનિસીપલ કોર્પોરેશનની ચૂંટણી થઇ. જ્યાં જ્યોર્જ ફર્નાન્ડિઝની પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને 140માંથી 42 સીટો જીતી લીધી. 1970માં કૃષ્ણા દેસાઇની હત્યા બાદ તેમની સીટ માટે ચૂંટણી થઇ. જ્યાં શિવસેનાના કેન્ડિડેટે કૃષ્ણા દેસાઇની પત્નીને હરાવીને સીટ પર કબ્જો મેળવ્યો. અને એસેમ્બલીમાં ખાતુ ખોલી નાખ્યું. 1973માં BMCની ચૂંટણી થઇ. આ સમયે શિવસેનાએ પોતાની દુશ્મન એવી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સાથે ગઠબંધન કર્યું. હવે દુનિયાને ઝટકો આપવાનું બાકી હતું. BMCમાં પોતાના માણસને મેયર બનાવવા માટે મુસ્લિમ લીગ અને કોંગ્રેસ સાથે પણ શિવસેનાએ ભીડંત કરી લીધી.

બોમ્બે પર કબ્જો

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ ફિલ્મનો ડાઇલોગ છે आदमी तभी बडा बनता है जब बडे लोग उससे मिलने का इन्तजार करते है

હવે રસ્તો આસાન નહોતો. આટલી રાજનીતિ રમ્યા બાદ શિવસેના એક સફળ પાર્ટી તરીકે ઉભરી તે પછી બોમ્બેને પોતાની મુઠ્ઠીમાં લેવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. બોમ્બેમાં કોણ હતું ? બિઝનસમેન, બોલિવુડ અને BMC. જેમાં બિઝનેસમેનોને જીતવા માટે ઠાકરેએ એન્ટી કોમ્યુનિસ્ટની નીતિ લગાવી. એક ટ્રેન દુર્ઘટનાના કિસ્સાની વાત કરતા તેમણે કહેલું કે, ‘આ લોકો દુર્ઘટનામાં જખ્મી સ્ત્રીઓના ઘરેણા પણ લઇ જાય છે.’ કોમ્યુનિસ્ટ ફેક્ટરીઓમાં હડતાળ કરતા હતા. આ સમયે ટાટા અને અંબાણી જેવા લોકોની હાજરી એ શિવસેના માટે અત્યંત જરૂરી હતી. થોડા જ સમયમાં ઠાકરેએ તેમનો વિશ્વાસ જીતી લીધો. ફિલ્મ દિવાર પણ આ વસ્તુને જ સાબિત કરી બતાવે છે. પડદા પર અમિતાભ પોતાની યુનિયનબાઝીના બેકગ્રાઉન્ડને છોડી ગુંડો બની જાય છે. આજ રીતે ઠાકરેનું બોલિવુડમાં આવી જવું એ માત્ર એક સંયોગ નહોતું. બોલિવુડમાં એ સમયે સાઉથ ઇન્ડિયાના ઘણા ડિરેક્ટરો ફિલ્મ બનાવતા હતા. તમિલનાડુમાં એ વખતે એન્ટી હિંદી એજિટેશન ચાલું હતું. જ્યાં સાઉથના લોકોએ એક હિન્દી ફિલ્મની સ્કિનીંગ રોકાવી દીધી. ઠાકરેને તો બસ આજ જોતું હતું. તેણે મદ્રાસિયો સામે મોરચો ખોલી દીધો. સાઉથની કેટલીક ફિલ્મોની બોમ્બેમાં થઇ રહેલી શૂટિંગ રોકાવી દીધી. બોમ્બેના કેટલાક ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ ઠાકરેની આ અદા પર ફિદા થઇ ગયા. તેમને લાગ્યું કે ઠાકરે સાથે આવી જશે તો કારોબાર ચાલવા માંડશે. આ સંબંધ આવી જ રીતે ઉંડો થતો ગયો. દિલીપ કુમાર સાથે દોસ્તી થઇ. દિલીપ કુમાર અને ઠાકરે રોજ એક સાથે બીયર પીતા હતા. 1998માં જ્યારે દિલીપ કુમારને પાકિસ્તાનનો સર્વોચ્ચ ખિતાબ નિશાને-ઈમ્તિયાઝ મળ્યો ત્યારે આ દોસ્તી તૂટી ગઇ. બીજુ ઠાકરેની અમિતાભ સાથે દોસ્તી રહી. અભિષેક પણ ઠાકરે પાસે આશિર્વાદ લેવા માટે જતા હતા. રાજકપૂર ઠાકરેના ઘરે મહેમાનગતિ કરવા માટે આવતા હતા. તો રણબીર કપૂરની ફિલ્મ સાંવરિયા વિશે પણ ઠાકરે વાતો કરતા હતા એટલે કે કપૂર ખાનદાનની ચોથી પેઢીનું પ્રમોશન ઠાકરે કરતા હતા. ત્યાં સુધી કે ફિલ્મ સરકાર બન્યા બાદ બાલ ઠાકરે માટે સ્પેશિયલ સ્ક્રનિંગ કરવામાં આવી અને ત્યારબાદ જ ફિલ્મ રિલીઝ થઇ. આટલો દબદબો હતો બાલા સાહેબ ઠાકરેનો, પણ અધ્યાય હજુ પૂર્ણ નથી થયો (ક્રમશ:)

READ ALSO

Related posts

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Ankita Trada

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ: વેપારી અને નિકાસકારોના પ્રતિક ઉપવાસ, APMCમાં ફરતી થઇ આ પત્રિકા

Bansari

કોરોના: ઘરથી એક કિલોમીટર દૂર જવા પર આ દેશે પ્રતિબંધ લગાવ્યો, 7 દેશોમાં કોરોનાના કેસ બમણા થયા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!