GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બાલાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદોમાં ઘેરાઈ ગઈ, અહીંયા પણ ધર્મ જ નડ્યો

અત્યારે એવી ઘણી ફિલ્મો છે કે જેનાં ટ્રેલર આવતા સાથે જ કંઈક કંઈક વિવાદ ઉભો થતો જોવા મળે છે. ટ્રેલર લોન્ચ પહેલા જ બાલાસાહેબ ઠાકરેની બાયોપિક વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. સેન્સર બોર્ડે ફિલ્મના ત્રણ ડાયલોગ્સ પર વાંધો ઉઠાવ્યો છે. જે ડાયલોગ્સને લઈને સેન્સર બોર્ડે વાંધો ઉઠાવ્યો છે, તે દક્ષિણ ભારતીયો અને બાબરી મસ્જિદ સાથે જોડાયેલા છે. બીજી તરફ, ફિલ્મ પ્રોડ્યૂસર, સ્ક્રિપ્ટ રાઇટર અને શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે કોઈ કટ વગર જ ટ્રેલર લોન્ચ કરવામાં આવશે.

સંજય રાઉતે આ મામલે કહ્યું કે, મૂવી અને ટ્રેલરમાં કેટલાક કટ લગાવવાનું કહેવામાં આવ્યું છે પરંતુ કટ્સ વગરનું જ ટ્રેલર લોન્ચ થશે. આ કોઈ લવ સ્ટોરી છે શું? આ બાલ ઠાકરેની મૂવી છે એન જેવી છે તેવી જ ફિલ્મ પણ તેમના જીવન પર આધારિત છે. ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી મુખ્ય પાત્રમાં નજરે પડશે. ફિલ્મ 25 જાન્યુઆરી રોજ રિલીઝ થશે.

મળતી માહિતી મુજબ, આ ફિલ્મને વધુ ખાસ બનાવવા માટે બાલાસાહેબ ઠાકરેના અંગત જીવન સાથે જોડાયેલી અનેક બાબતો પણ દર્શાવવામાં આવશે. જાન્યુઆરીમાં રિલીઝ થનારી આ ફિલ્મમાં નવાજ ઉપરાંત અમૃતા રાવ પણ જોવા મળશે. મંગળવારે નવાજુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા બુધવારે ટ્રેલર રિલીઝની જાણકારી આપી.

READ ALSO

Related posts

શહેરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે બજારોમાં રોનક પરત ફરી, માધુપુરા માર્કેટ ચોખા બજાર અને કઠોળ માર્કેટ શરૂ

pratik shah

કોરોનાની દવા કે રસી વિના જ રાજ્યના લોકો થવા લાગ્યાં સ્વસ્થ! વિશ્વાસ ના હોય તો જોઇ લો આ આંકડા

Bansari

કોરોનાનો કેર: મલયાલમ અભિનેતા સૂરજ વેજરમૂડૂ અને ધારાસભ્ય ડી કે મુરલી થયા હોમ ક્વોરન્ટાઈન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!