GSTV
Home » News » ગુજરાતમાં લોકસભાની 26 સીટના મતોનું આ છે સરવૈયું, મોદીએ બનાવ્યો હતો રેકોર્ડ

ગુજરાતમાં લોકસભાની 26 સીટના મતોનું આ છે સરવૈયું, મોદીએ બનાવ્યો હતો રેકોર્ડ

pm modi

2014ની ચૂંટણીમાં ગુજરાત લોકસભાની 26 બેઠકો પૈકીની વડોદરા બેઠક પરથી તે સમયનાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર થયેલા નરેન્દ્ર મોદી ચૂંટણી લડયા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ માર્જીનથી એટલે કે 5 લાખ 70 હજારથી વધુ મતોની સરસાઈથી તેમનો ભવ્ય વિજય થયો હતો. તેમના કોંગ્રેસના હરીફ મધુસુદન મિસ્ત્રીને માત્ર 2 લાખ 75 હજાર મત મળ્યા હતા.

મોદી પછી ગાંધીનગરની બેઠક પરથી ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલક્રિષ્ણ અડવાણી ચાર લાખ 83 હજારની સરસાઈથી જીત્યા હતા. જો કે નવસારીની બેઠક પરથી ભાજપના સી.આર. પાટીલે કોંગ્રેસના મકસૂદ મિસ્ત્રીને સાડા પાંચ લાખની સરસાઈથી તો સુરતમાં ભાજપના દર્શના જરદોશે કોંગ્રેસના નૈશદભાઈ દેસાઈને સવા પાંચ લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. જ્યારે અન્ય 9 બેઠકો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ખેડા, દાહોદ અને વલસાડમાં ભાજપના ઉમેદવારો બે લાખથી લઈ પોણા ત્રણ લાખ કે તેનાથી વધુ મતોની સરસાઈથી જીતી ગયા હતા. જ્યારે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠકો પર સવા ત્રણ લાખની સરસાઈથી ભાજપનો વિજય થયો હતો.


ભાજપને સુરતમાંથી સૌથી વધુ 76 ટકા સાબરકાંઠામાંથી સૌથી ઓછા 50 ટકા મત

– કોંગ્રેસને આણંદમાંથી સૌથી વધુ મત 44 ટકા અને સુરતમાંથી સૌથી ઓછા 20 ટકા મત મળ્યા

2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. એટલું જ નહીં બધી બેઠકો પર 50 ટકાથી વધુ મત મેળવ્યા હતા. જેમાં ભાજપે સુરતમાં સૌથી વધુ એટલે કે 76 ટકા મત અને સાબરકાંઠામાંથી સૌથી ઓછા 50 ટકા મત મેળવ્યા હતા. હરીફ કોંગ્રેસ સાવ સાફ થઇ ગઇ હતી. કોંગ્રેસને એક પણ બેઠક પર 50 ટકા મત પણ મળ્યા નહોતા. કોંગ્રેસનેે આણંદ બેઠક પરથી સૌથી વધુ એટલે કે 44 ટકા મત મળ્યા હતા. જ્યારે સુરતમાંથી સૌથી ઓછા એટલે કે માત્ર 20 ટકા મત જ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં રાજકીય તજજ્ઞો કહે છે કે ભાજપની મતની ટકાવારી ઘટશે જેની સામે કોંગ્રેસને 3 થી 10 ટકા મત વધુ મળી શકે છે.


કઈ બેઠક પરથી કયા ઉમેદવાર કેટલી સરસાઈથી જીત્યા?

ક્રમબેઠકવિજેતામળેલા મતપરાજીતમળેલા મતસરસાઈ
1વડોદરાનરેન્દ્ર મોદી845464મધુસુદન મિસ્ત્રી275336570128
2નવસારીસી.આર. પાટીલ820831મકસૂદ મિરઝા262715558116
3સુરતદર્શના જરદોશ718412નૌશાદ દેસાઈ185222533190
4ગાંધીનગરએલ.કે. અડવાણી773539કિરીટ પટેલ29048483121
5અમદાવાદ (ઈસ્ટ)પરેશ રાવલ633582હિંમતસિંહ પટેલ306949326633
6અમદાવાદ (વેસ્ટ)ડૉ. કિરીટ સોલંકી617104ઈશ્વર મકવાણા296793320311
7ભાવનગરડૉ. ભારતી શિયાળ549529પ્રવિણ રાઠોડ254041295488
8પોરબંદરવિઠ્ઠલ રાદડીયા508437કાંધલ જાડેજા  (NCP)240466267971
9કચ્છ (ST)વિનોદ ચાવડા562855ડૉ. દિનેશ પરમાર308373254482
10રાજકોટમોહન કુંડારીયા621524કુંવરજી બાવળીયા375096246428
11ખેડાદેવુસિંહ ચૌહાણ568235દિનશા પટેલ335334232901
12દાહોદ (ST)જશવંતસિંહ ભાભોર511111ડૉ. પ્રભાબેન તાવડીયા280757230354
13મહેસાણાજયશ્રી પટેલ580250જીવાભાઈ પટેલ371359208891
14વલસાડ (ST)ડૉ. કે.સી. પટેલ617722કિશન પટેલ409768208004
15સુરેન્દ્રનગરદેવજી ફતેપુરા529003સોમા ગાંડા326096202907
16બનાસકાંઠાહરીભાઈ ચૌધરી507856જોઈતા પટેલ305522202334
17છોટા ઉદેપુર(ST)રામસિંહ રાઠવા607916નારણ રાઠવા428187179729
18જામનગરપૂનમબેન માડમ484412વિક્રમ માડમ309129175289
19પંચમહાલપ્રભાતસિંહ ચૌહાણ508274રામસિંહ પરમાર337678170596
20અમરેલીનારણ કાછડીયા436715વિરજી ઠુમ્મર280483156232
21ભરૃચમનસુખ વસાવા548902જયેશ પટેલ395629153273
22પાટણલીલાધર વાઘેલા518538ભાવસિંહ રાઠોડ379819138719
23જૂનાગઢરાજેશ ચુડાસમા513139પૂંજા વંશ377347135832
24સાબરકાંઠાદિપસિંહ રાઠોડ552205શંકરસિંહ વાઘેલા46775084455
25આણંદદિલિપ પટેલ490829ભરતસિંહ સોલંકી42740363426
26બારડોલી (ST)પ્રભુભાઈ વસાવા622769તુષાર ચૌધરી498885123884

Related posts

વાહ, ગુજરાતી ક્રિકેટરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧,૦૦૦ રન પૂરા કર્યા, 19મી સદી ફટકારી

Bansari

દેશના ટોપના ઓલરાઉન્ડર પાસે સ્વેટર ન હતું, સાથી ક્રિકેટર પાસેથી ઉછીનું લઈ મેદાનમાં ઉતર્યો હતો

Bansari

બાળકોની ઉંચાઇ વધારવામાં મદદ કરે છે આ યોગાસન, નિયમિત કરાવો અભ્યાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!