GSTV
India News Trending

Balaghat Plane Crash / બાલાઘાટના જંગલમાં બપોરના સુમારે ચાર્ટર પ્લેન ક્રેશ, ટ્રેઈની સહિત બે પાયલોટના મોત

મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બપોરના સુમારે ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે જેમાં બે પાયલોટના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે નજીકના ગ્રામજનો દ્વારા ક્રેશ પ્લેનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાટમાળની વચ્ચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે. હવે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ ઘટના મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર વિસ્તારમાં ભકકુટોલાના જંગલમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે આ પ્લેનમાં એક મહિલા ટ્રેઇની પાઇલટ સહિત બે પાયલટ હતા. એકની લાશ સળગી ગયેલી હાલતમાં મળી છે, જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્લેન મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બિરસી એરપોર્ટનું ટ્રેઇની એરક્રાફ્ટ હતું.

ઉલ્લેખનીય છે ગત મહિને જ મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં ફાઈટર જેટ ક્રેશ થયું હતું જેમાં સવારના સુમારે સુખોઈ-30 અને મિરાજ 2000 વિમાન ક્રેશ થયા હતા જેમાં એક પાયલોટનું મોત નિપજ્યું હતું.

READ ALSO

Related posts

શોકિંગ વીડિયો/ ટ્રેક્ટરમાં એટલી બધી શેરડી ભરી દીધી કે આગળથી ઊંચું થઈ ગયું ટ્રેક્ટર, રસ્તા વચ્ચે દોડતા ટ્રેકટરને જોઈને ચોંકી જશો

HARSHAD PATEL

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો

GSTV Web News Desk

અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો

Vishvesh Dave
GSTV