GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

મહીસાગર જિલ્લાના આ ગામમાં લોકોને પાણી માટે મારવા પડે છે વલખા

મહીસાગર જિલ્લાના બાકોર ગામમાં લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં પાણીની અપૂરતી સુવિધાને કારણે ગ્રામજનોને એક કિલોમીટર દૂર સુધી જવા મજબૂર થવું પડ્યું છે.

આ છે મહીસાગર જિલ્લાનું બાકોર ગામ. જ્યાં દરેક સવાર પાણીના કકળાટ સાથે પડે છે. સવાર પડતાં જ લોકોએ પહેલા આખો દિવસ ચાલે તેટલું પાણી ભરવાની ચિંતામાં દોડધામ કરવી પડે છે. પાણી મેળવવા એક કિલોમીટર દૂર જવા મજબૂર થવું પડે છે. ગ્રામ પંચાયતે ગામમાં પાણી પૂરુ વાડવા યોગ્ય વ્યવસ્થા કરી નથી તેવો ગ્રામજનોનો આક્ષેપ છે. બ્રાહ્મણ ફળિયા,ચમાર ફળિયા જેવા અનેક વિસ્તારોમાં પાણી ન આવતું હોવાથી લોકો રોષે ભરાયા છે.

અનેક ગામોમાં લોકોને પાણી માટે વલખાં

પંચાયતે તો પાણી માટે કોઈ વ્યવસ્થા કરી નથી. પરંતુ પાણીના કાયમી કકળાટથી પરેશાન થઈ લોકો જાતે જ તેમના ઘરમાં બોર બનાવડાવ્યા છે. પરંતુ તેમાં પણ પાણીનું સ્તર ખૂબ નીચું હોવાથી આવતું નથી. બાકોર તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે સત્વરે ઉકેલ લાવવા હૈયાધારણ આપી. ખાનપુર તાલુકાની તમામ કચેરીઓ બાકોરમાં આવેલી છે. છતાં પણ ગામના અમુક વિસ્તારોને પાણી નથી મળતું. સરકાર પાણી વિતરણ માટે લાખો રૂપિયા ખર્ચે છે. તેમ છતાં અનેક ગામોમાં લોકોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યાં છે.

READ ALSO

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!