Bajajની આ ધાંસૂ બાઇક હવે ભારતીય બજારમાં, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

બજાજ પોતાની તમામ મોટરબાઇક્સ લાઇનઅપને અપડેટ કરવાની પ્રક્રિયામાં છે. એક તરફ જ્યાં કેટલીક ગાડીઓમાં સેફ્ટી ફિચર્સ જોડવામાં આવ્યાં છે તો પલ્સર રેન્જમાં ડિઝાઇનને લઇને ફેરફાર કરવામાં આવ્યાં છે. તેવામાં હવે બજાજે ભારતીય બજારમાં V15ના 2019નું મોડેલ લૉન્ચ કર્યુ છે. Bajaj V15 Power Up વેરિએન્ટની કિંમત 67,700 રૂપિયા (એક્સ-શૉરૂમ) છે.
Bajaj V15 Power Up વધુ દમદાર આઉટપુટ આપશે અને રેગ્યુલર બજાજ V15ને રિપ્લેસ કરશે. અન્ય ફેરફાર ફક્ત કોસ્મેટિક સ્વરૂપે કરવામાં આવ્યાં છે. 2019 Bajaj V15 Power Up નવા કલર ઓપ્શન સાથે માર્કેટમાં ઉપલબ્ધ થશે અને તેમાં નવા બોડી ગ્રાફિક્સ જોવા મળશે. અહી પિવિલિયન બેકરેસ્ટ પણ મળશે.

સાથે જ ઐતિહાસિક INS વિક્રાંત એરક્રાફ્ટમાંથી લીધેલ આઇકોનિક ‘V’ લોગો હજુ પણ ફ્યૂલ ટેન્ક પર છે. જો કે નવા Bajaj V15 Power Upમાં 150cc મોટરસાઇકલ હોવા છતાં ABSનું ફિચર આપવામાં નથી આવ્યુ. નવા સરકારી નિયમ અનુસાર 125cc અને તેથી વધુના વાહનમાં એપ્રિલ 2019 સુધી ઓછામાં ઓછુ સિંગલ ચેનલ ABS હોવુ ફરજિયાત છે.

Bajaj V15 Power Up વેરિએન્ટ અન્ય બાબતોમાં ગત મોડેલ Bajaj V15ની જેવું જ છે. તેની યુનિક ડિઝાઇન શહેરોમાં ફરવા માટે શ્રેષ્ઠ છે.

તેમાં આપવામાં આવેલું 149.5cc એરકૂલ્ડ એન્જિન 12.8bhpનો પાવર અને 13Nmનો પિક ટૉર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ ગેરબોક્સ આપવામાં આવ્યુ છે. અહી શિફ્ટિંગ પેટર્ન હવે વન ડાઉન, ફોર-અપ પેટર્નમાં છે જ્યારે અગાઉ તમામ ગિયર ઑલ-અપ પેટર્નમાં હતા.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter