GSTV

યુવાનોમાં લોકપ્રિય પલ્સર 135 અને એવેન્જર 150નું વેંચાણ બંધ કરશે બજાજ કં૫ની !

Last Updated on April 9, 2018 by

સ્ટોર્ટ્સ બાઇક ૫લ્સર આજના યુવાનોની મન૫સંદ બાઇક બની ગઇ છે. તેવી સ્થિતિ વચ્ચે બજાજ ઓટોએ સ્થાનિક બજારમાંથી ૫લ્સર અને એવેન્જર બાઇકનું વેંચાણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કં૫નીના નિર્ણય અનુસાર પલ્સર 135 એલએસએ અને બજાજ એવેન્જર સ્ટ્રીટ 150 બજારમાં જોવા મળશે નહિ. આ સિવાય ૫લ્સરના અન્ય મોડેલનું વેંચાણ ચાલુ જ રહેશે. કંપનીએ ફક્ત 135 સીસી વાળી પલ્સરને ઓછી માંગના કારણે બંધ કરી છે. અન્ય માર્કેટમાં આ બાઇકનું વેચાણ ચાલુ રાખવામાં આવશે. તેની સામે પલ્સરના 150 સીસી વાળા મોડલનું સારૂ વેચાણ થઇ રહ્યું હોય કંપની તેના અપડેટેડ મોડલને બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે.

નવા મોડલમાં શું હશે નવા ફિચર્સ ?

નવા પલ્સર 150માં ફ્રન્ટ અને રિયરમાં ડિસ્ક બ્રેક હોવાની આશા છે. તેની સાથે જ બાઇકના રિયર ટાયર પહેલા કરતા વધુ પહોળા હશે અને તેની સીટમાં પણ ફેરફાર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બજાજ ઓટોની કોમ્પ્યુટર મોટરસાઇકલ સ્પેસમાં જોઇએ તો 150, 160 અને 180 સીસી મોડલ્સને ગ્રાહકો વધુ પસંદ કરી રહ્યા છે.

બજાજે ગત થોડા દિવસોમાં નવી અવેંજર સ્ટ્રીટ 180ને બજારમાં ઉતાર્યુ હતું. તેમાં નવા રોડ સટર ડિઝાઇનનો હેન્ડલેંપ લગાવવામાં આવેલ છે. તે એલઇડી ડીરએલની સાથે આવે છે. બાઇક પર આપવામાં આવેલ નવા ગ્રાફિક્સ અને બ્લેક એલોય વ્હિલ્સથી વ્હિકલનો સ્પોર્ટી લૂક જોવા મળશે. બજારમાં હરિફાઇ જોતા બજાજે આ બાઇકને ખૂબ સાચા ફિચર્સ સાથે સ્પોર્ટી લૂકમાં જોવા મળશે.  ઇન્ડિય માર્કેટમાં બજાજ અવેન્જર 180ની હરિફાઇ સુઝુકી ઇંટરડર સાથે થશે. હાલમાં જ કંપનીએ આ બાઇકનો ફ્યુલ ઇંજેક્શન વર્ઝન પણ ઉતાર્યુ છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ.1.06 લાખ છે.

Related posts

C-295 ડીલ આત્મનિર્ભર ભારત અભિયાનને આપશે પ્રોત્સાહન, આ ભારતીય કંપની કરશે દેશમાં જ 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું નિર્માણ

Pritesh Mehta

એક બેટા ઐસા ભી / માતા નજીક રહે એટલા માટે મંદિરમાં સ્થાપિત કરી મૂર્તિ, પોતે લખી આરતી: હવે ‘ગીતા કી ક્લાસ’ની તૈયારી

Zainul Ansari

વાયરલ વીડિયો / ‘Bella Ciao’નું દેશી વર્ઝન જીતી ગયું લોકોનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!