GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

કોરોના મહામારીની વચ્ચે લોકો સોશિયલ ડિસ્ટેંસિંગનુ પાલન કરવા માટે નવી-નવી રીત શોધી રહ્યા છે. જે લોકો પહેલા પોતાના કામ પર પબ્લિક ટ્રાસંપોર્ટથી જતા હતા, તેઓ હવે ખુદ પોતાના વાહન ખરીદવા માગે છે. જો તમે પણ ઓછી કિંમતમાં એક સસ્તી બાઈદ ખરીદી કરી કોરોનાને માત આપવા માગો છો, તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી જ બાઈક્સ જે ભારતીય બજારમાં સૌથી વધારે માઈલેજ આપતી માનવમાં આવે છે. તો આવો વિસ્તારથી જાણીએ તેની માહિતી.

કંપની કરે છે 104kmpl નો દાવો

અમે વાત કરી રહ્યા છીએ બજાજની પ્લેટિના 100ની. માઈલેજ બાઈક્સની વાત હોય તો બજાજ પ્લેટિનાને ભૂલી શકાય નહી. કંપનીનો દાવો છે કે, પ્લેટિના 104kmpl સુધી માઈલેજ આપવા માટે સક્ષમ છે. જોકે, બાઈકનો વપરાશ કર્યા બાદ તેના કેટલાક માલિકોનો દાવો છે કે, આ બાઈક લગભગ 70kmpl થી 80kmpl સુધી જ સીમિત છે.

ડાયમેંશનમાં પોતાના સેગમેંટમાં સૌથી શ્રેષ્ઠ

બજાજ પ્લેટિનાની લંબાઈ 2003, પહોળાઈ 713 mm અને ઉંચાઈ 1100mm છે. એટલે કે, ડાયમેંશનના મામલો જોવામાં આવે તો બજાજ પ્લેટિનાનુ પલડુ ભારે છે. તે સાથે જ પ્લેટિનાની ઈંધણ ક્ષમતા 11 લીટર અને તેનુ વ્હીલબેસ 1255 mmનુ છે. કર્બ બેટની વાત કરીએ તો પ્લેટિનાનુ વજન 116 kg છે.

ઈંધણ વિકલ્પ

Bajaj-Platina માં 102 cc નો 4 સ્ટ્રોક સિંગલ સિલેંડર એન્જીન મળે છે. જે 7.9 PS ની પાવર અને 8.3 Nm નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીનથી સાથે 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ આપ્યો છે. જોકે, તેમાં સેલ્ફ સ્ટાર્ટનો વિકલ્પ પણ મળશે નહી.

ફીચર્સ અને માઈલેજ

Bajaj-Platina ટિંટેડ વિંડસ્ક્રીન અને LED DRLs હેંડલેંપ યૂનિચ આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, પ્લેટિના 104kmpl સુધીનુ માઈલેજ આપવામાં સક્ષમ છે. જોકે, બાઈકનો વપરાશ કર્યા બાદ તેના કેટલાક માલિકોનો દાવો છે કે, આ બાઈક લગભગ 70kmpl થી 80kmpl સુધી જ સીમિત છે.

કિંમત

કિંમતની વાત કરીએ તો Platina ની કિંમત 47,763 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કિંમત લોકેશન અને શહેરના હિસાબથી અલગ હોઈ શકે છે. તેની સંપૂર્ણ જાણકારી માટે તમારા નજીકના ડીલરશીપને સંપર્ક કરો.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!