GSTV

Bajaj એ લોન્ચ કર્યુ Platina 100 ES નું નવુ વેરિએન્ટ, જાણો કિંમત અને ફીચર્સ

Last Updated on August 20, 2020 by pratik shah

Bajajની સસ્તી બાઈક Platina 100 ES (ઈલેક્ટ્રીક સ્ટાર્ટ) ને નવા વેરિએન્ટ જાહેર કરી રહી છે. કંપની તરફથી તેની કિંતોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ઈલેક્ટ્રીક સ્ટાર્ટ પ્લેટિના 100ના ડિસ્ક વેરિએન્ટની દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમત 60,698 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બાઈકના 100 ES ના ફ્રંટ ડ્રમ બ્રેક મોડલની સરખામણીમાં બાઈક લગભગ 2200 રૂપિયા મોંઘી છે.

બેસ મોડલની આ છે કિંમત

બજાજ પ્લેટિના બેસ મોડલ 100નું KS (કિક સ્ટાર્ટ એલોય)ની દિલ્હી એક્સ-શોરૂમ કિંમત 50,646 રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈક LED DRL, ટેંક પેડ જેવા ફીચર્સથી લેસ છે. જેમાં પહોળા રબર ફુટપેડ્સ અને લાંબી સીટ આપવામાં આવી છે.

શાનદાર છે બ્રકિંગ સિસ્ટમ

બજાજે દાવો કર્યો છે કે, 240mm ફ્રંટ ડિસ્ક આ 100cc બાઈકના બ્રેકિંગ પર્ફોર્મેંસને વધુ શ્રેષ્ઠ બનાવશે. બીજા વેરિએન્ટ્સમાં 130mm યુનિટ્સ આપવામાં આવ્યા છે. તે સિવાય 110mm રિયર ડ્રમ બેક સ્ટેંડર્ડ છે. બંને જ બ્રેક્સ ASB અથવા CBS ની સાથે લિંક્ડ છે. બાઈકનું 102cc, DTS-i, સિંગલ-સિલિંડર એન્જીન 7.9hpનો પાવર અને 8.3Nm નો ટોર્ક જનરેટ કરે છે.

માઈલેજ પણ છે જોરદાર

કંપનીની વાત માનીએ તો આ બાઈકની ટોપ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે. ડિસ્ક બ્રેકવાળા વેરિએન્ટનું વજન 119 કિલો છે. જ્યારે કે, ફ્રંટ ડ્રમ બ્રેકવાળા વેરિએન્ટનું વજન 117.5 કિલો છે. બાઈકમાં 11 લીટરનું ફ્યૂલ ટેન્ક આપવામાં આવ્યુ છે. તે સિવાય આ બાઈક 90 કિલોમીટર પ્રતિ લીટરનું માઈલેજ આપશે.’

READ ALSO

Related posts

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!