GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

જલદી જોવા મળશે બજારમાં હાઈ પરર્ફોમન્સ ઈલેક્ટ્રીક બાઈક, કિંમત જાણી તમે પણ કહેશો બસ…

ભારતમાં ઈલેક્ટ્રીક વાહનો લાવવા માટે જોર શોરથી તૈયારી થઈ રહી છે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે બજાજ અને KTM એક હાઈ એન્ડ ઈલેક્ટ્રીક મોટર સાઈકલ પર કામ કરી રહ્યા છે. ભારતમાં ઈલેક્ટ્રીક ટુ વ્હિકલ માર્કેટમાં પકડ જમાવવા માટે મજબૂત પગલાં લઈ રહી છે.

મીડિયા રિપોટ્સ દ્વારા જાણવા મળ્યું છે કે બાઈકને લઈ અત્યારે કોઈ પણ ફીચરની કંપનીએ જાહેરાત કરી નથી. આ સમયે KTMમાં બજાજ 48 ટકા ભાગીદાર છે અને બંને બ્રાન્ડ્સ ઘણા સમયથી સાથે મળીને કામ કરી રહી છે. KTMના બાઈકની એક અલગ જ ઓળખ છે. દૂરથી પણ તમે તે બાઈકને ઓળખી શકો છો. તમને જણાવીએ કે તાજેતરમાં KTMએ RC 125 બાઈકને ભારતમાં લોન્ચ કર્યું હતું અને તેની કિંમત 1.47 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. બજાજે પણ તાજેતરમાં પલ્સર સીરિઝમાં નાના એન્જિન સાથે પલ્સર 125 Neonને ભારતમાં ઉતાર્યું છે.

નવું પલ્સર 125Neon તેના સંગમેન્ટની સૌથી પાવરફુલ બાઈક છે. બજાજમાં તેમાં DTS-i પેટેન્ટ ટેક્નોલોજીથી લેસ 4 સ્ટ્રોક, 2 વાલ્વ, 125ccનું બીએસ-IV એન્જિન લગાવેલું છે. આ એન્જિનમાં 12PSનો પાવર અને 11NMનો ટોર્ક આપે છે. તે ઉપરાંત પણ 5-સ્પીડ ગિયરબોક્સની સાથે એક પ્રાઈમરી કિક આપવામાં આવી છે. જેનાથી રાઈડર કોઈ પણ ગિયરમાં ખાલી ક્લચ દબાવીને બાઈક સ્ટાટ કરી શકે છે. બાઈકમાં સેફ્ટી માટે ફ્રંટ ડિસ્ક બ્રેક અને રિયરમાં ડ્રમ બ્રેકની સુવિધા પણ આપવામાં આવશે. Pulsar 125 Neonના ડ્રમ બ્રેક વેરિએન્ટની કિંમત 64,000 રૂપિયા અને ડિસ્ક બ્રેક વેરિએન્ટની કિંમત 66,618 રૂપિયા છે.

Read Also

Related posts

સેમસંગના આ ફોલ્ડેબલ ફોનને કાલે અડધી કિંમતમાં ખરીદવાની છે તક, કેવી રીતે ખરીદશો

Mansi Patel

VIDEO: ટૉયલેટ સાફ કર્યા બાદ જાતે જ સેનેટાઈઝ થઈ જશે આ બ્રશ, નામ છે Goodpapa

Mansi Patel

નવા લૂક સાથે FACEBOOKમાં આવ્યુ આ શાનદાર ફિચર્સ, આ રીતે કરો ઉપયોગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!