GSTV

1 લીટરમાં 90 કિલોમીટર દોડે છે Bajajની આ ધાંસૂ બાઇક, કિંમત 35,000થી પણ ઓછી

આજે અમે તમને એવી બાઇક વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેને દેશની સૌથી સસ્તી બાઇક હોવાનો ખિતાબ મળી ચુક્યો છે. આ બાઇક કિંમતમાં એટલી સસ્તી છે તેની માઇલેજ પણ એટલી જ સસ્તી છે. અમે વાત કરી રહ્યાં છીએ Bajaj Autoની એન્ટ્રી લેવલ મોટરસાઇકલ Bajaj CT100ની, જેની શરૂઆતની કિંમત 35 હજાર રૂપિયાથી પણ ઓછી છે. જી હા, તમે બિલકુલ સાચુ વાંચ્યુ. આ બાઇકની કિંમત એક પ્રિમિયન સ્માર્ટફોન કરતાં પણ ઓછી છે. તેવામાં અમે આજે તમને Bajaj CT 100ના તમામ સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ વિશે જણાવી રહ્યાં છીએ. ચાલો જાણીએ આ બાઇક કેટલી માઇલેજ આપે છે અને તેની કિંમત કેટલી છે….

કેટલા સીસીનું એન્જિન

Bajaj CT 100માં ફોર સ્ટ્રોક, સિંગલ સિલેન્ડક, નેચરલ એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 102 સીસીનું એન્જિન છે, જે 7500 આરપીએમ પર 7.7 પીએસ પાવર અને 5500 આરપીએમ પર 8.24નો ટૉર્ક જનરેટ કરે છે.

કુલ વજન

Bajaj CT 100નું કુલ વજન આશરે 110 કિલો છે. તેમાં 10 લીટરનું ફ્યૂલ ટેન્ક પણ આપવામાં આવ્યું છે સાથે જ આ બાઇકની લંબાઇ 1,945 એમએમ જ્યારે પહોળાઇ 752 એમએમ છે.

કિંમત અને માઇલેજ

Bajaj CT 100ની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 33,402 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ આ બાઇકની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે. Bajaj CT 100ની ફ્રન્ટમાં 110 ડ્રમ અને રિયરમાં 110 ડ્રમ બ્રેક આપવામાં આવી છે.જણાવી દઇએ કે માઇલેજના મામલે Bajaj CT 100 ઉપરાંત Bajaj Platina પણ જબરદસ્ત છે. Bajaj Platinaની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 39,987થી શરૂ થાય છે. તેની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે.

Read Also

Related posts

WHOએ મોદી સરકારના કર્યા વખાણ, વિકાસશીલ દેશો માટે સરકારના નિર્ણયો એક ઉદાહરણ

Ankita Trada

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ આકરા પાણીએ, આટલા હજાર લોકોની કરાઈ ધરપકડ

Nilesh Jethva

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!