GSTV

33 હજારમાં ખરીદો Bajajની આ ધાકડ બાઇક, હોશ ઉડાવી દે એટલી છે માઇલેજ

Last Updated on November 30, 2019 by Mayur

ભારતીય માર્કેટમાં વધુ માઇલેજ આપતી અનેક બાઇક્સ છે, જેમાં Bajaj CT100 પણ સામેલ છે. આ બાઇકની માઇલેજ દમદાર છે અને તેની કિંમત પણ ઓછી છે. ચાલો જાણીએ આ બાઇક કેટલી માઇલેજ આપે છે અને તેની કિંમત કેટલી છે….

કેટલા સીસીનું એન્જિન

Bajaj CT 100માં ફોર સ્ટ્રોક, સિંગલ સિલેન્ડક, નેચરલ એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. તેમાં 102 સીસીનું એન્જિન છે, જે 7500 આરપીએમ પર 7.7 પીએસ પાવર અને 5500 આરપીએમ પર 8.24નો ટૉર્ક જનરેટ કરે છે.

કુલ વજન

Bajaj CT 100નું કુલ વજન આશરે 110 કિલો છે. તેમાં 10 લીટરનું ફ્યૂલ ટેન્ક પણ આપવામાં આવ્યું છે સાથે જ આ બાઇકની લંબાઇ 1,945 એમએમ જ્યારે પહોળાઇ 752 એમએમ છે.

કિંમત અને માઇલેજ

Bajaj CT 100ની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 33,402 રૂપિયાથી શરૂ થાય છે. સાથે જ આ બાઇકની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે. Bajaj CT 100ની ફ્રન્ટમાં 110 ડ્રમ અને રિયરમાં 110 ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

જણાવી દઇએ કે માઇલેજના મામલે Bajaj CT 100 ઉપરાંત Bajaj Platina પણ જબરદસ્ત છે. Bajaj Platinaની દિલ્હી એક્સ શૉરૂમની કિંમત 39,987થી શરૂ થાય છે. તેની માઇલેજ 90 કિમી પ્રતિ લીટર છે.

Read Also

Related posts

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel

રસીકરણ/ આખરે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વેક્સીન મુકાવી, આ રીતે થયો મોટો ખુલાસો

Harshad Patel

જાણવા જેવું: ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર બનેલું છે વાઈ-ફાઈનું નિશાન, તો જાણી લો તેનાથી શું થાય છે ફાયદા અને નુકસાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!