GSTV
Home » News » બજાજ ચેતકની થઈ રહી છે વાપસી, ઈલેકટ્રિક અવતાર “Urbanite”ના નામથી થઈ શકે લોન્ચ

બજાજ ચેતકની થઈ રહી છે વાપસી, ઈલેકટ્રિક અવતાર “Urbanite”ના નામથી થઈ શકે લોન્ચ

દેશની દ્વીચક્રીય વાહનોનું ઉત્પાદન કરતી કંપની બજાજ ઓટો તેનું લોકપ્રિય સ્કૂટર બજાજ ચેતકને ફરી એકવાર લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહી છે. નવું બજાજ ચેતક સ્કૂટર પેટ્રોલથી નહી પરંતુ ઈલેક્ટ્રિક મોટરથી ચાલશે. દાયકાઓ સુધી ભારતીય રસ્તાઓ ઉપર સારી રફ્તાર પકડનારી નવી બજાજ ચેતકને કંપની બિલકુલ નવા લૂક અને ડિઝાઈન સાથે રજૂ કરશે.

હાલ માંજ બજાજનાં આ નવા સ્કૂટરને પુણામાં ટેસ્ટિંગ દરમ્યાન સ્પોટ કરાયુ હતુ. જોકે, સ્કૂટરને પુરી રીતે કવર કરાયુ હતુ. પરંતુ તેના બોડી સ્ટ્રક્ચર ઉપરથી તેના એન્જીન વિશે અંદાજો લગાવી શકાય છે. થોડા દિવસ પહેલાં જ કંપનીએ ઈલેક્ટ્રિક સ્કૂટર વિશે થોડી જાણકારી આપી હતી. આ સ્કૂટરને Urbanite નામ આપવામાં આવ્યુ છે.

કંપનીએ દાવો કર્યો છે. નવું સ્કૂટર દ્વીચક્રીય સેગમેન્ટની ટેસ્લાની રહેશે. એટલેકે કંપની આ સ્કૂટરમાં અત્યાધુનિક ફીચર્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરશે. આ સ્કૂટરનો ફોટો જોતાં લાગે છેકે, કંપનીએ તેને રેટ્રો મોર્ડર્ન ડિઝાઈનનો કોમ્બો આપ્યો છે. કર્વી સાઈડ પેનલ, પહોળા ફ્રંટ એપ્રોનનો પ્રયોગ કરાયો છે.

જોતાં આ સ્કૂટર એક હદ સુધી બજાજ ચેતકની યાદ અપાવે છે. જોકે, કંપની આ સ્કૂટરને લોન્ચ ક્યારે કરશે તેના વિશે કોઈ ઉલ્લેખ કરાયો નથી. હાલમાં ભારતીય બજારમાં સ્કૂટરની ડિમાન્ડ હાઈ છે. ત્યારે જાણકારોનું કહેવું છેકે, આ વર્ષે કંપની ફેસ્ટિવલ સિઝનમાં સ્કૂટરને લોન્ચ કરી શકે છે.

READ ALSO

Related posts

સુરતમાં સરથાણા વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી,વધુ નફાની લાલચમાં કરે છે આવા કામ

Path Shah

ચીને બનાવ્યુ 500 કિલો સામાન લઈને ઉડી શકે એવું માનવરહિત પ્લેન

Mansi Patel

આપઘાત કરવા માગતો હતો પાકિસ્તાનનો કોચ, ભારત સામેની હાર નહોતો પચાવી શક્યો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!