GSTV
Home » News » બજાજનું આકર્ષક લુક ધરાવતું ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર થયું લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે

બજાજનું આકર્ષક લુક ધરાવતું ચેતક ઈલેક્ટ્રીક સ્કૂટર થયું લોન્ચ, જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે

ભારત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો અને મંદીના કારણે ઈલેક્ટ્રીક વાહનોનો યુગ આવ્યો છે, ત્યારે દેશની દિગ્ગજ ઓટો કંપની Bajaj Autoએ પોતાનું પ્રથમ ઈલેક્ટ્રીક સ્કુટર Chetak લોન્ચ કરવા જઈ રહી છે. Bajaj કંપનીએ વર્ષ 2019માં 16 ઓક્ટોબરના રોજ ભારતમાં આ જાહેરાત કરી હતી. જેના આકર્ષક લુકને જોઈને ત્યારથી જ આ દ્વિચક્રી વાહન ચર્ચામાં છે. કંપનીએ Bajaj Chetak Electric Scooter ને મકર સક્રાંતિના દિવસે લોન્ચ કર્યું છે.

ફીચર્સ

બજાજે પોતાના નવા Chetak Electric Scooterને ઈલેક્ટ્રીક ડીવિઝન બ્રેન્ડ Urbanite ની હેઠળ બનાવ્યું છે. આ સ્કુટરનો લુક ખૂબ જ જોરદાર અને પ્રિમિયમ છે. બજાજે આ સ્કુટરમાં ઘણા બધા પ્રિમિયમ ફીચર્સ પણ સામેલ કર્યા છે. તેમા ડીજિટલ ઈન્સ્ટુમેન્ટ સ્પીડોમીટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા ઘણા બધા પ્રકારની જાણકારી જોવા મળે છે.

આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં કી-લેસ ઈગ્નિશન છે. સાથે જ આ સ્કૂટર મોબાઈલ એપ થકી ફુલ કન્ક્ટ હશે. સ્કૂટરના ફ્રન્ટમાં હેડલેપ્સના લગભગ એલ ઓનલ LED સ્ટ્રિપ આપવામાં આવી છે. સાખે જ મલ્ટી-સ્પોક અલોય વીલ્જ, જોરદાર સ્વિચગિયર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચેતક સ્કૂટર 6 આકર્ષક રંગમાં ઉપલબ્ધ હશે.

બેટરી

Chetak Electric Scooter માં IP67 હાઈ ટેક લીથિયમ આયન બેટરી પેક લાગ્યું છે. જો કે, ચેતક પાસે ઝડપી ચાર્જિંગ સપોર્ટ નથી. તેની બેટરી 3-5 કલાકમાં 5-15 ampથી સંપૂર્ણ ચાર્જ કરી શકાય છે. એટલું જ નહી, ચેતક ઈલેક્ટ્રિકની બેટરીને કાઢી શકાતી નથી, એટલે કે, સ્કૂટરમાંથી બેટરી કાઢીને તેને બીજે ક્યાંક ચાર્જ કરવાનો કોઈ વિકલ્પ નથી. સ્કૂટરમાં બે ડ્રાઈવ મોડ્સ Eco (ઈકો) અને Sport (સ્પોર્ટ) આપવામાં આવ્યા છે. કંપનીનો દાવો છે કે, સ્કુટરને પૂર્ણ ચાર્જિંગ કર્યા બાદ ઈકો મોડમાં 95 કિમી સુધીનું અંતર કાપશે,તો સ્પોર્ટ મોડમાં સ્કૂટર 85 કિ.મી.ની રેન્જ આપશે.

ભાવ

Bajaj કંપનીએ ચેતકના ભાવની જાહેરાત કરી નથી. જો કે, કંપની લોન્ચિંગ સમયે તેની કિંમત જાહેર કરશે. જો કે, કંપનીએ ચોક્કસપણે કહ્યું છે કેસ, ચેતક ઈલેક્ટ્રિકની કિંમત આકર્ષક હશે, પરંતુ આક્રમક નહીં બને. તેથી લાગે છે કે, ખૂબ વધારે પણ નહી હોય.આ સ્કૂટરની કિંમત 1.4 લાખ રૂપિયા હોવાનો અંદાજ છે.

સ્પર્ધા

માહિતી પ્રમાણે, Bajaj Chetakનું પ્રારંભિક વેચાણ પુણેમાં થશે. શરૂઆતમાં કંપની તેને કેટીએમ શોરૂમથી વેચશે. ત્યારબાદ બેંગ્લોર અને અન્ય મેટ્રો શહેરોમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ થશે. માર્કેટમાં ચેતક ઈલેક્ટ્રિક સ્કૂટરની સ્પર્ધા ઓકિનાવા આઈ-પ્રેઝ અને અથર 450 જેવા સ્કૂટર્સ સાથે થશે

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

IRCTC દર મહિને 8 લાખ ટિકિટ કેન્સલ કરે છે,કારણ જાણીને લાગશે નવાઇ

Bansari

સમગ્ર દુનિયાને તેલની નિકાસ કરતા લીબિયામાં સેનાએ આ કારણે બંધ કરી તેલની પાઈપલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!