GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

બજાજ ઓટોના આ પ્લાન્ટમા 250 કોરોના પોઝિટીવ, ફેક્ટરી બંધ કરવાની માંગ

કોરોનાએ મહારાષ્ટ્રના વાલુજમાં બજાજ ઓટોના પ્લાન્ટ પર કહેર બનીને તૂટ્યો છે. અત્યાર સુધીમાં 250 થી વધુ કર્મચારીઓ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. હાઈપર ટેન્શન અને ડાયાબિટીસની ફરિયાદ કરનાર બે કર્મચારીઓ, કોરોનાની ઝપેટમાં આવવાના કારણે મૃત્યુ પામ્યા હતા. વાસ્તવમાં, બજાજ ઓટોના આ પ્લાન્ટમાં 8000 થી વધુ કામદારો કામ કરે છે. ગયા મહિનાના છેલ્લા અઠવાડિયામાં, આ પ્લાન્ટમાં કોરોના દર્દીઓની સંખ્યા આશરે 140 હતી, જે હવે વધીને 250 ની ઉપર પહોંચી ગઈ છે. જે બાદ ઓટો યુનિયન દ્વારા પ્લાન્ટ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.

પ્લાન્ટ બંધ કરવાની માંગ

યુનિયનનું કહેવું છે કે પશ્ચિમ મહારાષ્ટ્રમાં સ્થિત આ પ્લાન્ટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. પરંતુ મેનેજમેન્ટ કર્મચારીઓને સતત ઓર્ડર આપી રહી છે. યુનિયન અનુસાર કંપનીએ આ અઠવાડિયે કર્મચારીઓને લખેલા એક પત્રમાં કહ્યું છે કે જેઓ કામ પર નહીં આવે તેમને ચૂકવણી કરવામાં આવશે નહીં. આ મેનેજમેન્ટના આદેશ બાદ કર્મચારીઓને પ્લાન્ટમાં આવવાની ફરજ પડે છે.

કંપનીએ પ્લાન્ટ બંધ કરવાનો ઇનકાર કર્યો

બજાજ ઓટો વર્કર્સ યુનિયનના પ્રમુખ થેંગેડે બાજીરાવએ જણાવ્યું હતું કે અમે કંપનીને 10 થી 15 દિવસ માટે પ્લાન્ટ બંધ કરવા વિનંતી કરી છે, જેથી કોરોના ચેઇન તૂટી જાય. પરંતુ કંપનીએ હાલમાં કોરોનાને કારણે પ્લાન્ટ બંધ કરવાની ના પાડી દીધી છે. કંપનીનું કહેવું છે કે હવે કોરોના સાથે રહેવાની ટેવ પાડવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આ ફેક્ટરીમાં ખાસ કરીને નિકાસ માટે ઉચ્ચ ગુણવત્તાની બાઇક બનાવવામાં આવે છે. ફેક્ટરીમાં લોકડાઉન થવાને કારણે એક મહિનાના શટડાઉન પછી 24 એપ્રિલના રોજ ઉત્પાદન શરૂ થયું. કંપનીએ જણાવ્યું હતું કે કોરોના કેસ 24 એપ્રિલથી 6 જૂન સુધી ફેક્ટરીમાં જોવા મળ્યો નથી.

READ ALSO

Related posts

અમરેલીમાં મેઘરાજાએ વરસાવી મહેર, જિલ્લામાં સિઝનનો ૯૫.૮૦ ટકા વરસાદ

Nilesh Jethva

ઈયાન બિશૉપે કહ્યુ- વર્તમાનમાં આ બે બેટ્સમેનો સચિન તેંડુલકરની યાદ અપાવે છે

Mansi Patel

Work From Home માટે આ કંપનીઓના પ્લાન્સ છે સૌથી બેસ્ટ, કરી લો એક નજર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!