GSTV
Gujarat Government Advertisement

ઓટો સેક્ટરમાં સુસ્તી યથાવત, બજાજ ઓટોનું વેચાણ ઓગષ્ટમાં 11 ટકા ઘટ્યુ

Last Updated on September 3, 2019 by Mansi Patel

ઓટો સેક્ટરમાં મંદીના કારણે વાહનોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. મારૂતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બાદ બજાજ ઓટોના કુલ વેંચાણમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં વાહનના વેચાણમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે માત્ર 3 લાખ 90 હજાર 26 વાહનોનું વેચાણ બજાજ દ્વારા ઓગષ્ટ મહિનામાં કરવામાં આવ્યુ છે.

 બજાજ ઓટો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, વાહનના વેચાણમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.  મોટરસાયકલના વેચાણમાં થયેલા ઘટાડાના કારણે કંપનીના વિવિધ યુનિટ પર અસર પડી છે. મોટરસાયકલના વેચાણમાં 10 ટકા અને કોમર્શિયલ વાહનોના વેંચાણમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત વાહનોની નિકાસ પણ ઘટી છે. જેથી કંપનીના અનેક કર્મચારીઓ બેરોજગાર થવાની તૈયારીમાં છે. દેશનાં ઓટો સેક્ટરમાં મંદીને કારણે ઓગષ્ટમાં મારૂતિ સુઝુકી ઈન્ડિયા,હ્યુન્ડાઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ અને હોન્ડા સહિતની કંપનીઓનાં વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!