GSTV
Home » News » પૂરગ્રસ્ત રાજ્યોમાં બજાજે શરૂ કર્યો સર્વિસ કેમ્પ, નહીં આપવા પડે પૈસા

પૂરગ્રસ્ત રાજ્યોમાં બજાજે શરૂ કર્યો સર્વિસ કેમ્પ, નહીં આપવા પડે પૈસા

બજાજ ઓટોએ એલાન કર્યું કે તે પૂરગ્રસ્ત રાજ્યોમાં ફ્રી સર્વિસ આપશે. આ મહારાષ્ટ્ર્, કર્નાટક, ગુજરાત અને કેરલમાં લાગુ કરવામાં આવશે. ટુ વ્હિલર બનાવનારી કંપની બજાજે જાહેર કર્યું છે કે તેના બધા ડિલરો 19 ઓગસ્ટથી લઈ 7 ડિસેમ્બરની વચ્ચે કેમ્પ લગાવા માટે કહ્યું છે.

જેથી બજાજની બાઈક રાખવાવાળા ગ્રાહકો આ કેમ્પનો ફાયદો ઉઠવી શકશે. આ રાજ્યોમાં રહેનારા બજાજ બાઈક્સના ગ્રાહકો તેની બાઈક પૂરના કારણે જે પણ નુકસાન થયું છે તે નજીકના ડિલરોને પહોંચાડી શકે છે. જયાં ડિલરો બાઈકનું આખું ચેકઅપ કરશે અને એન્જિનમાંથી પાણી પણ કાઢશે. આ સેવા બિલકુલ મફત રહેશે.

ત્યારે કંપનીનું કહેવું છે કે પૂરગ્રસ્ત મોટરસાઈકલના ગ્રાહકોને ચેકઅપ, ઓઈલ ચેન્જ, એન્જિન ઓઈલ, ઓઈલ ફિલ્ટર, એર ફિલ્ટર અને ગેસકેટનો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.

બજાજના ઓટોના મોટરસાઈકલ બિઝનેસના અધ્યક્ષનું રહેવું છે કે પૂરના કારણે હજારો લોકોની જિંદગી બરબાદ થઈ છે અને રોજીરોટી પર પણ સંકટ ઊભું થયું છે. આ સ્થિતિમાં અમે અમારા ગ્રાહકોની સાથે છીએ અને તે સુનિશ્નિત કરવાની કોશિશ કરીશું કે ડિલર બજાજના બધા બાઈકને જલદીથી જલદી સર્વિસ કરીને ગ્રાહકોને આપે.

Read Also

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!