GSTV

કોરોનાથી મોત થવાના ડરના આધારે જામીન ન આપી શકાય: સુપ્રીમે હાઇકોર્ટના આ દેશ પર મુક્યો સ્ટે

સુપ્રીમ

Last Updated on May 26, 2021 by Bansari

કોરોનાથી મૃત્યુ થશે તેવા ભયને પગલે એક આરોપીને અલ્લાહાબાદ હાઇકોર્ટે જામીન આપ્યા હતા. જોકે સુપ્રીમ કોર્ટે આ જામીન પર સ્ટે મુકી દીધો છે. અને સાથે કોર્ટોને કહ્યું છે કે મેરિટના આધારે જામીન આપવા અંગેનો નિર્ણય લેવામાં આવે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે કોરોના થવાના અથવા કોરોનાથી મોત થવાના ડરના આધારે જામીન ન આપી શકાય.

સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે અલ્લાહાબાદ હાઇકોર્ટના જામીન આપવા અંગેના આદેશને રદ કરી દીધો

સુપ્રીમ કોર્ટે તેથી અલ્લાહાબાદ હાઇકોર્ટના જામીન આપવા અંગેના આદેશને રદ કરી દીધો છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં અલ્લાહાબાદ હાઇકોર્ટે આરોપીને કોરોનાના આધારે જામીન આપ્યા હતા તેને પડકારવામાં આવ્યા હતા.

માસ્ક

કોરોનાથી મોત નિપજશે તેવા ડરના આધારે જામીન ન આપી શકાય

ઉત્તર પ્રદેશ સરકાર વતી દલીલો કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે પ્રતીક જૈન નામના આ આરોપી પર 130 કેસો પેન્ડિંગ છે, એવામાં તેને કોરોના થશે કે કોરોનાથી મોત નિપજશે તેવા ડરના આધારે જામીન ન આપી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે આ જામીનના આદેશના અમલને અટકાવીએ છીએ અને સાથે જ દરેક કોર્ટને કહીએ છીએ કે કોરોનાને આધાર બનાવી જામીન ન આપી શકાય.

Read Also

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

અંગ્રેજો પેટ્રોલ માટે કરી રહ્યા છે ભાગમભાગ: બ્રિટનમાં પેટ્રોલ-ડીઝલની અછત, 90 ટકા ફ્યુલ સ્ટેશન સદંતર ખાલી: પંપો પર સેનાને કરાશે તૈનાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!