GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણીની તૈયારી/ બહુચરાજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજે ધારણ કર્યો કેસરિયો, મોટી સંખ્યામાં NSUI કાર્યકરો પણ ભાજપમાં જોડાયા

ભાજપ

રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે બહુચરજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ભાજપમાં સામેલ થયા. ધર્મપાલસિંહ સાથે સુરેન્દ્રનગરમાં એનએસયુઆઈના પ્રમુખ ધ્રુવજસિંહ પણ ભાજપમાં સામેલ થયા છે. તેમની સાથે એનએસયુઆઈના કાર્યકરોએ પણ મોટી સંખ્યામાં કેસરિયો ધારણ કર્યો છે.

  • બહુચરજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ બીજેપીમાં જોડાયા
  • કટોસણના યુવરાજ ધર્મપાલસિંહ જોડાયા બીજેપી માં
  • Nsui ના હોદ્દેદારો પણ બીજેપી માં જોડાયા
  • Nsui સુરેન્દ્રનગર ના પ્રમુખ ધુવ્રજસિંહ ચુડાસમા બીજેપી માં જોડાયા
  • તેમના 300 સમર્થકો સાથે જોડાયા

જણાવી દઇએ કે કોંગ્રેસમાં જૂથવાદ અને યુવાનોની અવગણનાથી કંટાળી રાજીનામુ તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા.

કોંગ્રેસ

ભાજપમાં યુવાનોને સક્રીય રાજનીતિમાં ભાગીદારી, રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિ થી પ્રેરાઇને ભાજપમાં જોડાઇ રહ્યાં હોવાનું નિવેદન આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણથી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો વ્યાપી ગયો છે.

ભાજપ

જણાવી દઇએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીમાં ભૂકંપ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોંગ્રેસના આગેવાનો અને યુવા નેતાઓ સહિત 100થી વધુ કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા છે જે બાદ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજીનામું ધરી દેનાર લોકોમાં જિલ્લામાં કોગ્રેસની વિદ્યાર્થી પાંખના પ્રમુખનો પણ સમાવેશ થાય છે.

Read Also

Related posts

મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?

Zainul Ansari

ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના

GSTV Web Desk

માછીમારીની સીઝન 10 દિવસ વહેલી પૂરી કરવા આદેશ જારી, ચોમાસા પહેલાજ પૂર્ણ કરી સિઝન

GSTV Web Desk
GSTV