GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ, દુકાળના એંધાણ, ખેડૂતોના માથે ચિંતાના વાદળો

બહુચરાજી પંથકમાં દુકાળના એંધાણ વર્તાયા છે. બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ થયો છે. અપૂરતો વરસાદ અને તેમાંય વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. સારા વરસાદની આશાએ અહીંના ખેડૂતોએ 5,021 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. તો વરસાદની અછતને જોઈને કેટલાય ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી. તેવામાં વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. તો બીજી બાજુ નર્મદા કેનાલમાંથી પણ સિંચાઈનું પાણી મળતું નથી.

મોંઘુ બિયારણ, ખાતર અને દવાના રૂપિયા ડૂબશે અને દેવાના ખપ્પરમાં હોમાઈ જવાશે તેવી ખેડૂતો ભીતી સેવી રહ્યાં છે.  જીએસટીવીએ બહુચરાજી તાલુકાના દેલપુરા  ગામની મુલાકાત લઇ ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોની હાલત દયનિય બની છે. તો સાથે ઢોર-ઢાંખર માટે ઘાસચારની અછત વર્તાઈ છે. ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર ખેડૂતો માટે પોકળ સાબિત થઈ રહી છે તેવા પણ આક્ષેપો કર્યા.

બહુચરાજી પંથકમાં દુકાળના એંધાણ વર્તાયા છે. જીએસટીવીએ બહુચરાજી તાલુકાના દેલપુરા ગામની મુલાકાત લઇ ખેડૂતોની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ખેડૂતોની હાલત દયનિય બની છે. તો સાથે ઢોર-ઢાંખર માટે ઘાસચારની અછત વર્તાઈ છે. ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર ખેડૂતો માટે પોકળ સાબિત થઈ રહી છે તેવા પણ આક્ષેપો કર્યા.

બહુચરાજીમાં અત્યાર સુધી માત્ર 4.91 ઈંચ જ વરસાદ થયો છે. અપૂરતો વરસાદ અને તેમાંય વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. સારા વરસાદની આશાએ અહીંના ખેડૂતોએ 5,021 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. તો વરસાદની અછતને જોઈને કેટલાય ખેડૂતો વાવણી પણ કરી શક્યા નથી. તેવામાં વરસાદ ન થતાં ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.

તો બીજી બાજુ નર્મદા કેનાલમાંથી પણ સિંચાઈનું પાણી મળતું નથી. કેટલાક ખેડૂતોએ મોંઘા બિયારણોના બાજરી તુવેર ઘઉં, તેમજ કઠોળનું વાવેતર ભગવાન ભરોસે મૂકી દીધું છે. દેલપુર ગામ પાસથી પસાર થતી રૂપેણ તેમજ પુષ્પવતી નદી પણ સૂકી ભાષી રહી છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીનો વધી છે. કેનાલો મોટાભાગની તૂટેલી હાલતમાં છે.

વરસાદની કાગડોળે રાહ જોતા આ ખેડૂતો કપરી હાલાકીમાં મુકાયા છે. તો સાથે ઢોર-ઢાંખર માટે પણ ઘાસચારની અછત વર્તાઈ રહી છે. ત્યારે પાક બચાવવા જે કેનાલો ચાલુ છે તેમાં સત્વરે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

 

Related posts

પાનના ગલ્લા બન્યાં હૉટસ્પોટ, આ આંકડાઓ વાંચશો તો જવાનું ભૂલી જશો

Bansari

અમદાવાદ જીલ્લાનાં પાંચ તાલુકામાં વધુ 15 કેસો નોંધાયા, જિલ્લામાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 876 પર પહોંચી

pratik shah

જુનાગઢ: પંથકમાં સાંબેલાધાર વરસાદ, છેલ્લા ૨૪ કલાકમાં 3 થી 8 ઈંચ વરસાદ વરસવાથી આવ્યા નદીઓમાં ઘોડાપૂર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!