GSTV
Home » News » ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે બાહુબલી સ્ટારનો નવો લુક

ફિલ્મ ‘સાહો’માં જોવા મળશે બાહુબલી સ્ટારનો નવો લુક

ફિલ્મ બાહુબલી દ્વારા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર પ્રભાસની ફેન ફ્લોઈંગ દિવસેને દિવસે વધતી જઈ રહી છે. બાહુબલી અને બાહુબલી -૨માં પ્રભાસના લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ પ્રભાસના ફેન્સ માટે એક સેડ ન્યૂઝ છે. ફિલ્મ ‘સાહો’ની શૂટિંગમાં બાહુબલી સ્ટાર પ્રભાસ વ્યસ્ત છે પરંતુ આ ફિલ્મમાં તમને તે બાહુબલીના લુકમાં જોવા નહીં મળે. બાહુબલીમાં પ્રભાસની ફીટ બોડી જોયા બાદ તેની ફીમેલ ફેન્સમાં વધારો થયો હતો. પરંતુ હવે જાણવા મળ્યું છે કે ફિલ્મ ‘સાહો’માં પ્રભાસનો લુક બાહુબલીના લુક જેવો નહીં હોય.

હાલમાં ફિલ્મની શૂટિંગ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ફિલ્મને તમિલ, તેલુગુ અને હિન્દીમાં એક સાથે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનો ફસ્ટ લુક હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રભાસના ફેન્સ તેને ફરી મોટા પડદે જોવા માટે આતુર છે.

ફિલ્મના બજેટની વાત કરવામાં આવેતો ફિલ્મ ‘સાહો’ લગભગ 150ના ખર્ચે બનાવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ સિવાય ઘણા બધા બોલીવુડ પણ સ્ટાર્સ છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ અને મહેશ માંજરેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રભાસ એક જાસૂસની ભૂમિકામાં જોવા મળશે.

Related posts

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari

ઈન્ટરનેટ પર લીક થઈ The Lion King, ડાઉનલોડ કરી જોઈ રહ્યા છે લોકો

Dharika Jansari

બોયફ્રેન્ડને લઈ સોનાક્ષીએ કર્યો ખુલાસો, માતા-પિતાએ મૂકી શરત, હવે મળવો મુશ્કેલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!