GSTV
Home » News » અમેરિકન ડૉક્ટર સાથે સાત ફેરા લેવા જઇ રહી છે બાહુબલીની આ બ્યૂટીફુલ એક્ટ્રેસ

અમેરિકન ડૉક્ટર સાથે સાત ફેરા લેવા જઇ રહી છે બાહુબલીની આ બ્યૂટીફુલ એક્ટ્રેસ

હાલ બોલીવુડમાં લગ્ન કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ નીક જોનસ સાથે સગાઇ કરી લીધી અને હવે આવ્યો તમન્ના ભાટિયાનો વારો. સુત્રો પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે તમન્ના ભાટિયાના લગ્ન કોઈ હીરો અથવા એક્ટિંગ બેકગ્રાઉન્ડના વ્યક્તિ સાથે નઈ પણ એક અમેરિકાના ડોક્ટર જોડે નક્કી થઈ ગયા છે. આમ તો તમન્નાનું નામ ઘણા બધા લોકો સાથે જોડાયેલું છે જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તેમજ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાકનું નામ પણ સામેલ છે.

 એક રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તમન્નાએ લગ્નનું બ્રાઈડલ શૂટ કરાવી લીધું છે અને ટૂંક સમયમાં તે લગ્નનો ખુલાસો કરી દેશે. એક વેબસાઈટ મુજબ જાણવા મળ્યું છે કે તમન્ના આ એક વર્ષમાં લગ્ન પણ કરી લેશે. પરંતુ આ વિશે જયારે તમન્નાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે દર વખતની જેમ આ વાતને પણ અફવા જ ગણાવી હતી. “હું હાલમાં એક જ વ્યક્તિ સાથે રોમેન્સ કરું છું અને એ છે સિનેમા.”

 

તેણે  એવું પણ કહ્યું હતું કે , “મીડિયાવાળા દરરોજ કોઈ નવા વ્યક્તિ સાથે મારું નામ જોડે છે અને આ વાત ખરેખર અપમાનજનક લાગે છે. ક્યારેક ક્રિકેટર તો ક્યારેક ડોક્ટર. હું કઈ હસબન્ડની શોપિંગ કરવા નથી નીકળી. હું સિંગલ જ છું અને મારા પરિવારને પણ આ બાબતે કોઈ વાંધો નથી.” હાલમાં તમન્ના જોડે ઘણી બધી ફિલ્મો છે જેમાં એક ફિલ્મ કંગના રનૌતની ‘ક્વીન’ ફિલ્મની સાઉથ ઇન્ડિયન રીમેક છે.

Related posts

આ ફેમસ પોર્ન સ્ટાર કરવા જઇ રહી છે લગ્ન, નોકરીની તલાશમાં આવી રીતે બની ગઇ એડલ્ટ સ્ટાર

Bansari

પોતાના મોડલિંગ દિવસોમાં આવો દેખાતો હતો સિદ્ધાર્થ, ફોટો જોઈ ફેન્સે આપ્યા આવા રિએક્શન

Kaushik Bavishi

પ્રિયંકા ચોપડાએ ‘વ્હાઈટ ટાઈગર’ના સેટ પરથી શેર કરી સેલ્ફી, પતિ નિક જોનસે કરી આ કમેન્ટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!