GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

‘ક્યા સે ક્યા હો ગયા’ : ‘બાહુબલી’ પ્રભાસના આવા હાલ જોઇને કહેશો, આ શું?

ફિલ્મ બાહુબલીથી દેશ-દુનિયામાં મશહૂર બનેલો પ્રભાસ હાલ પોતાની બોલીવુડ ફિલ્મ સાહોના શુટિંગમાં વ્યસ્ત છે. પ્રભાસ ક્યારેક કોઇ ઇવેન્ટમાં પણ નજરે પડે છે પરંતુ તે લાઇમ લાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં જ પ્રભાસની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે.

પ્રભાસનું વજન ખૂબ જ વધી ગયું છે. બાહુબલીના લુકથી બિલકુલ અલગ પ્રભાસ જોવા મળ્યો. કદાચ તેણે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું છોડી દીધું છે. તેને જોઇને નથી લાગી રહ્યું છે કે આ તે જ બાહુબલી છે જેના ફિઝિક પાછળ દર્શકો પાગલ છે. આ તસવીરો ફિલ્મ RRRના લૉન્ચિંદ દરમિયાનની છે.

આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર અને રામચરણ પણ નજરે પડશે. હાલ પ્રભાસ જે લુકમાં જોવા મળી રહ્યો છે તેને જોઇને લાગી રહ્યું છે કે કદાચ આ તેની આગામી ફિલ્મનો લુક હોઇ શકે છે.

સાહો ફિલ્મ બાદ પ્રભાસ ડાયરેક્ટર રાધા કૃષ્ણ કુમારની ફિલ્મ કરશે તેથી તે નવા લુકની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મનું ટાઇટલ હજુ સુધી કન્ફર્મ થયું નથી. આ ફિલ્મમાં પૂજા હેગડે પણ જોવા મળશે.

આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. પહેલાં શ્રદ્ધાના રોલ માટે અનુષ્કા શેટ્ટીને લેવાની ચર્ચા થઇ રહી હતી પરંતુ વધતાં વજનના કારણે તે આ રોલ ન કરી શકી. સાહો ત્રણ ભાષાઓમાં રિલિઝ થશે. તેમાં હિન્દી, તમિલ અને તેલુગુ સામેલ છે. સાહોમાં બોલીવુડની મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. ફિલ્મમાં જ્યાં પ્રભાસની ઓપોઝીટ શ્રદ્ધા જોવા મળશે ત્યાં નેગેટિવ રોલ માટે નીલ નિતિન મુકેશ હશે.

Read Also

Related posts

જાણો ખુશ રહેવા માટે શું હોવું જોઈએ તમારું સ્ટેટસ, સિંગલ કે રિલેશનશિપ !

Ankita Trada

ચોમાસાની ઋતુમાં ગળામાં ખરાશ કે શરદીની છે ફરીયાદ? આ Home Remedies આપશે પળવારમાં રાહત

Arohi

કોરોના સંક્રમિતોનાં આંકમાં રશિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!