‘બાહુબલી’ પ્રભાસનો એક્શન મોડ, સાહોના સેટ્સ પરથી Leak થયા Photos

આશરે 150 કરોડના બજેટમાં બની રહેલી ફિલ્મ સાહોના સેટ્સ પરથી કેટલીક તસવીરો લીક થઇ ગઇ છે અને હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. ફિલ્મના સેટ્સ પરથી લીક થયેલી તસવીરમાં બાહુબલી પ્રભાસ ફરી એકવાર ચર્ચમાં આવ્યો છે. આ તસવીરમાં પીવરફુલ બાઇક પર પ્રભાસ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે.

Latest from the sets of #Saaho! #Prabhas #ShraddhaKapoor

A post shared by FILMS AND FACTS (@filmsandfacts) on

જણાવવામાં આવી રહ્યું છે કે સુજીત રેડ્ડીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મના સેટ્સની લીક થયેલી તસવીરો દુબઇની છે. જ્યાં હાલ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે. એક સ્પેશિયલ સીનના શુટિંગ વખતે આ તસવીરો લીક થઇ છે. આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

A post shared by Saaho (@saaho__) on

આ સીનમાં પ્રભાસ કોઇનો પીછો કરતો જોવા મળી રહ્યો છે. તેની સાથે  આ સીનમાં દુબઇના ટૉપ લોક્શન પણ દર્શાવવામાં આવશે. ફેન્સ પ્રભાસને જોવા માટે ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે સાહોની શુટિંગ હૈદરાબાદ, મુંબઇ, અબૂધાબી, દુબઇ અને રોમાનિયામાં કરવામાં આવશે. આ ફિલ્મ જબરદસ્ત એક્શન અને ભારે હથિયારોથી સજ્જ છે.

A post shared by Saaho (@saaho__) on

પ્રભાસની આ ફિલ્મને તેલૂગુ, તમિલ અને મલયાલમમાં પણ ડબ કરવામાં આવશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ વિલનની ભુમિકામાં જોવા મળશે. સાથે જ સાહોમાં પ્રભાસની સાથે સાથે શ્રદ્ધા કપૂર, મંદિરા બેદી, નીલ નિતિન મુકેશ અને એવલિન શર્મા મુખ્ય ભુમિકામાં છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં મુખ્ય ભુમિકા ભજવી રહેલા પાત્રોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઇ ગઇ છે. આ તસવીરો શ્રદ્ધા કપૂર અને પ્રભાસના ફેન્સને ખૂબ જ પસંદ આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter