GSTV
Home » News » પાકિસ્તાનનું આ શહેર જ્યાં છૂપાઈને બેઠો છે પુલવામા હુમલાનો મોસ્ટ વોન્ટેડ આતંકી

પાકિસ્તાનનું આ શહેર જ્યાં છૂપાઈને બેઠો છે પુલવામા હુમલાનો મોસ્ટ વોન્ટેડ આતંકી

પુલવામા આતંકવાદી હુમલામાં દેશે પોતાના 40 સપૂતો ગુમાવ્યાં છે. આ ભયાનક હુમલા બાદ કલાકો પણ વિત્યા ના હતા કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના કુખ્યાત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી. આ એ આતંકી સંગઠન છે કે જેનો મૌલાના મસૂદ અઝહર છે. મૌલાના મસૂદ અઝહર ક્યારેક ભારતીય જેલોમાં સજા કાપતો હતો. પરંતુ ડિસેમ્બર 1999માં ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અપહરણ બાદ પ્રવાસીઓના મુક્ત થવાના બદલામાં તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે મજબૂરીમાં મૌલાના મસૂદ અઝહરને પાકિસ્તાનને સોંપવો પડ્યો હતો.

ત્યારબાદ સતત મૌલાના મસૂદ અઝહર સમયાંતરે પ્રજાસત્તાક ભારત પર અત્યાચાર કરતો હતો. 2001માં સંસદ પર હુમલો કર્યો પછી પઠાણકોટ એરબેસ પર આતંકી હુમલો, આતંકના આ મૌલાનાએ ભારતીય સરજમી પર હંમેશા લોહીની નદીઓ વહેવડાવી છે. તેની શેતાની કરતૂતોનો તાજો નમૂનો છે પુલવામાનો ત્રાસવાદી હુમલો.

મૌલાના મસૂદ અઝહરે પાકિસ્તાનના પંજાબ પ્રાતને પોતાનુ ઠેકાણુ બનાવ્યું છે. તે પંજાબના બહાવલપુર શહેરમાં આતંકની શાળા ચલાવે છે. અહીં એક મસ્જિદ છે. જ્યાં આ શખ્સ ધર્મ અને મજહબની તાલિમના નામે જેહાદીઓને ભરતી કરે છે.

બહાવલપુર પાકિસ્તાનનું 12મું શહેર છે. જો કોઈ શહેરમાં કોઈ વ્યક્તિ પહોંચે છે તો એક સફેદ મસ્જિદ કોઈનુ પણ ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. આ મસ્જિદનું નામ સુભાનઅલ્લાહ છે. આ મસ્જિદ જૈશનું મુખ્યાલય અને મૌલાના મસૂદ અઝહરની દેણ છે.

જો તમે બહાવલપુરમાં નેશનલ હાઈવે-5 પર ચાલે છે તો તમારા માટે આ બાબત જાણવી મુશ્કેલ હશે કે ભારતનો મૉસ્ટ વોન્ટેડ આતંકી ક્યાં રહે છે. એનએચ-5 પર સરકી ચૌક નામની એક જગ્યા પર પાકિસ્તાન સરકાર લોકો માટે F-6 ફાઈટર પ્લેન સામાન્ય જનતાને બતાવવા માટે રાખવામાં આવી છે. અહીં તમે થોડી ક્ષણ સુધી ચાલતા જશો તો 1100 મીટરના અંતરે જામિયા સુભાનલ્લાહ મસ્જિદ સ્થિત છે.

બહાવલપુર વિસ્તારમાં જ પાકિસ્તાન આર્મી 31 કૉર્પ્સનું મુખ્ય મથક છે. આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. કહેવાય છે કે આ હેડક્વાર્ટરમાં પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રતિષ્ઠાન છે. તમે જાણીને હેરાન થશો કે જૈશ મુખ્યાલય અને પાકિસ્તાન આર્મીના 31 કૉર્પ્સનુ હેડ ક્વાર્ટરની વચ્ચે અંતર માત્ર 8 થી 9 કિલોમીટર છે. એટલેકે ભારતના સૌથી વોન્ટેડ આતંકી પાકિસ્તાની સેનાની છત્રછાયાથી ફક્ત 8 કિલોમીટરના અંતરે પોતાના આતંકના મદરસા ભય વગર ચલાવે છે.

અહીં સ્થિત મસ્જિદ સિવાય યુવકોની એક હોસ્ટેલ પણ છે. આ હોસ્ટેલમાં નવા યુવકોની રહેવાની વ્યવસ્થા છે. સૂત્રોની માનીએ તો અહીં સ્વિમિંગ પૂલ, રમતનુ મેદાન અને બીજી સુવિધાઓ તૈયાર છે. આ વિસ્તારમાં જ આતંકી મસૂદ અઝહરની ધાકનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે અહીં સ્થાનિક પોલીસને પણ અંદર ઘુસવાની મંજૂરી નથી. સૂત્રો મુજબ, પઠાણકોટ હુમલા બાદ આ સ્થાને પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ રેડ પણ પાડી હતી.

READ ALSO

Related posts

યુપીમાં EVMની સુરક્ષા પર વિપક્ષનો હોબાળો, ચૂંટણી પંચે આરોપોને ગણાવ્યાં નિરાધાર

Bansari

વિવેકે ઐશ્વર્યા માટે કરેલી મજાક તેને જ પડી રહી છે ભારે, હવે ફેન્સ આવી રીતે ઉડાવી રહ્યા છે મજાક

Mansi Patel

મીડિયાની ટીકાથી કંટાળેલા એચડી કુમારસ્વામી નિયંત્રણ માટે લાવશે કાયદો

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!