GSTV
Gujarat Government Advertisement

બગોદરામાં IT અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ ચલાવનાર કેસમાં 4ની ધરપકડ, 6 હજુ ફરાર

અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી 3.37 કરોડની લૂંટ કરનાર 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે. ત્યારે એક આરોપી અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતો. જો કે હાલ અન્ય 6 આરોપીઓ ફરાર છે જેને પકડવા માટે પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે.

Gujarat Government Advertisement

આરોપીઓ ઉત્તરપ્રદેશમાંથી અમદાવાદ આવ્યાં હતાં

અમદાવાદના બગોદરા વિસ્તારમાં ગત 24 ફેબ્રુઆરીના રોજ ચાલુ એસ.ટી બસમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપનાર તમામ લોકો પોલિસની ઝડપમાં આવી ગયા છે. આરોપીઓ ઉત્તરપ્રદેશમાંથી ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યા હતા અને નરોડાની એક હોટેલમાં તેઓ રોકાયા હતા. આરોપીઓએ પહેલાં રેકી કરી અને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

પકડાયેલ આરોપીઓની ગેંગ 10 સભ્યોની, 6 હજુ ફરાર

મહત્વનું છે કે, આરોપીઓ પોતાની સાથે 3 હથિયાર પણ લઈને આવ્યા હતાં. જો કે આ ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપી યોગેશ જાટ અને પુષ્કર સિંગ છે અને કર્મવીર સિંગે હથિયારની વ્યવસ્થા કરી હતી. પકડાયેલ આરોપીઓની 10 સભ્યોની ગેંગ છે જેમાંથી 6 હજી પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા તમામ આરોપીઓ તમામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ મૂળના હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે આરોપી પુષ્કર તો લીમડીના એક ગુનામાં ફરાર પણ હતો.

પકડાયેલ ગેગની મોડેશ ઓપરેન્ડી પણ આ પ્રકારની છે કે, આ તમામ આરોપીઓ સૌ પ્રથમ રેકી કરતા અને ત્યાર બાદ ભાડેથી એક સેલ્ફ ડ્રાઇવિંગ કાર લઈને 6 લોકો નીકળતા. જેમાંથી 2 લોકો બસમાં આંગડિયાના કર્મચારીઓ નજીક પહેલેથી જ બેસી જતા અને બાકીના સાગરીતો ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇન્કમટેક્સ અધિકારી બની જતા.

આરોપીઓએ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટની કરી હતી કોશિશ

તાજેતરમાં જ બનેલી આ ઘટનામાં આ ગેંગે બગોદરા પાસે જઈ ભોગ બનનારને ITના અધિકારી તરીકે ઓળખ આપી કારમાં લઈ ગયા અને ખેડા જિલ્લામાં લઈ જઈ 3.37 કરોડના દાગીના અને રોકડની લૂંટ કરીને તેઓ ફરાર થઈ ગયા હતાં. બાદમાં ખેડા નજીક આરોપીઓ કારને બિનવારસી રસ્તામાં મૂકીને ફરાર થઇ ગયા. એટલું જ નહીં પરંતુ પકડાયેલા આરોપીઓએ અગાઉ પણ 4 વાર અમદાવાદમાં લૂંટની કોશિશ કરી ચુક્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

નોંધનીય છે કે, હાલ પણ ગેંગના 6 શખ્સો ફરાર છે અને 2.90 કરોડનો મુદ્દામાલ રીકવર કરવાનો બાકી છે. જેથી હાલ પણ પોલીસની અલગ-અલગ ટીમ કામે લાગી છે. ત્યારે આરોપીઓ પકડાયા બાદ અન્ય શું નવા ખુલાસા થાય છે તે હજુ જોવું રહ્યું.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

કોરોના સંક્રમણ વધતા લોકોની ચિંતા વધી, રાજ્યના આ જિલ્લામાં સીટી સ્કેન સેન્ટરે લાગી લાંબી કતારો

Dhruv Brahmbhatt

ગુજરાતમાં કોરોનાનો રાફડો / કોરોનાના ૪,૦૨૧ કેસ : ૩૦૧ દિવસ બાદ સૌથી વધુ ૩૫ના મૃત્યુ, પ્રતિ કલાકે ૧૬૭ સંક્રમિત

Chandni Gohil

વિજ્ઞાનીઓ વાયરસ સામે લડવા માટે આ ‘નવું શસ્ત્ર’ બનાવવામાં વ્યસ્ત

Bansari
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!