GSTV
Home » News » Baaghi 2 ની સફળતાનો લાભ ફક્ત ટાઇગરને,  દિશાને નથી મળી રહી ફિલ્મો

Baaghi 2 ની સફળતાનો લાભ ફક્ત ટાઇગરને,  દિશાને નથી મળી રહી ફિલ્મો

બોક્સ ઓફિસ પર ‘બાગી-૨’ને અપ્રતિમ સફળતા મળી છે. આમ છતાં તેની મુખ્ય અભિનેત્રી દિશા પટણીને તેનો કોઇ ફાયદો થયો હોય એવું જણાતું નથી.  એક તરફ ટાઇગર શ્રોફને ફિલ્મ સર્જકો વધાવી રહ્યાં છે ત્યારે બીજી તરફ દિશા પટણી હિન્દી ફિલ્મોદ્યોગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા સંઘર્ષ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિશા માનતી હતી કે ‘બાગી-૨’ની રજૂઆત પછી  તેને ઘણી ફિલ્મોની ઓફરો મળશે.

પરંતુ કમનસીબે હજી સુધી તેને ખાસ કોઇ સારી ઓફર મળી નથી. જોકે હવે તે તેની ત્રણ ભાષાઓ, તેલગુ, તમિળ અને હિન્દીમાં રજૂ થનારી  ફિલ્મ ‘સંઘમિત્રા’માં જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં આ ફિલ્મને દમામભેર લોંચ કરવામાં આવી હતી. આમ છતાં દિશાને બોલીવૂડમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવામાં થોડો સમય લાગશે એમ લાગી રહ્યું છે.

Related posts

ચૂંટણીમાં ભલે ભાજપ જીત્યુ પણ આ સીટ પર ત્રીજા સ્થાને NOTA, ખતરાની ઘંટી સમાન છે આ ઘટના

Riyaz Parmar

મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

Mansi Patel

ના હોય! ભારતમાં પણ વસેલુ છે આખઆખું ‘પાકિસ્તાન’, અહીં મુસ્લિમોનો નહી પરંતુ હિન્દુઓનો છે વસવાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!