બાગેશ્વર ધામ, આજની તારીખમાં એક એવું નામ છે જે ચર્ચામાં જ રહે છે. હિંદુ ધર્મને સનાતન ધર્મ તરીકે યોગ્ય સ્થાન આપવા માટે બાગેશ્વર ધામના અથાક પ્રયાસો વિશે પણ ઘણી ચર્ચા છે. બાગેશ્વર ધામનું નામ થોડા જ દિવસોમાં દેશભરમાં જાણીતું બન્યું છે. આ તીર્થસ્થાન પરથી લોકોની આસ્થા પ્રગાઢ બની રહી છે. આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા અભય પ્રતાપ સિંહે એક જાહેરાત કરી છે.

બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે
દિગ્દર્શક અભય પ્રતાપ સિંહે બાગેશ્વર ધામના ધાર્મિક મહત્વ પર ફિલ્મ બનાવીને તેમના ધાર્મિક, માનવતાવાદી અને સામાજિક કાર્યોને સિનેમા દ્વારા રજૂ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના નિર્દેશક ઉપરાંત અભય પ્રતાપ સિંહ આ ફિલ્મના લેખક પણ છે. આ ફિલ્મ ‘એપીએસ પિક્ચર્સ’ દ્વારા રજૂ કરવામાં આવશે.
આ ફિલ્મનું ટાઇટલ હશે
દિગ્દર્શક અભય પ્રતાપ સિંહે ફિલ્મનું ટાઈટલ ‘બાગેશ્વર ધામ’ પસંદ કર્યું છે અને આ ટાઈટલને સત્તાવાર રીતે રજીસ્ટર પણ કરાવી દીધું છે. તેમણે કહ્યું કે, તે આ ફિલ્મનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ કરશે અને આ વર્ષે દશેરામાં ફિલ્મને રિલીઝ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફિલ્મના શુટીંગની વાત કરીએ તો, ‘બાબા બાગેશ્વર’નું શૂટિંગ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના વિવિધ સ્થળો પર થશે.
મોટો સવાલ એ છે કે, ‘બાગેશ્વર ધામ’માં બોલિવૂડના કયા કલાકારો જોવા મળશે? અભય પ્રતાપ સિંહે આ વિશે કહ્યું હતું કે, “હાલ હું આ અંગે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. આ સમયે, હું એટલું જ કહીશ કે બોલીવુડની કેટલીક મોટી હસ્તીઓ સાથે અલગ-અલગ ભૂમિકાઓ માટે વાતચીત ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તમામ દિગ્ગજ કલાકારોના નામ પણ જાહેર કરવામાં આવશે.”
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો