GSTV
Home » News » VIDEO-બગદાણામાં 7,000 સ્વયંસેવકો ખડેપગે, રસોડું અને પ્રસાદી જોઈ ચક્કર ખાઈ જશો

VIDEO-બગદાણામાં 7,000 સ્વયંસેવકો ખડેપગે, રસોડું અને પ્રસાદી જોઈ ચક્કર ખાઈ જશો

વિશ્વભરમાં બાપા સીતારામની આહલેક જગાવનાર પૂજ્ય બજરંગદાસ બાપાની 42મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી છે. ભાવનગર જીલ્લા અને બાપાના તીર્થધામ એવા બગદાણા સહિત સૌરાષ્ટ્રમાં ઉજવણી થઈ રહી છે. બાપાની કર્મભૂમિ એવા તીર્થધામ બગદાણામાં માનવમહેરામણ ઉમટી પડ્યું છે. લાખો ભક્તો બાપાના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી રહ્યા છે. ગુરુઆશ્રમમાં વહેલી સવારથી જ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા છે. સવારે મંગલા આરતી બાદ ધ્વજા પૂજન. ધ્વજારોહણ. અને ગુરૂપૂજન કરવામાં આવ્યું. જે બાદ રંગદર્શી નગરયાત્રા યોજાઈ. આ નગરયાત્રા બગદાણા ગામમાં ફરી અને ભક્તોને દર્શનનો લાભ આપ્યો હતો.

લાખો ભક્તોના દર્શન માટે પોલીસ તંત્ર પણ ખડે પગે તૈનાત છે. 250 હોમગાર્ડ જવાનો, 200 પોલીસ જવાનો, 2 ડીવાયએસપી અને 5 પીઆઇ, પીએસઆઇ સલામતીનું ધ્યાન રાખી રહ્યા છે. ભાવિકોને ભાવનગરથી બગદાણા આવવા જવા માટે એસટી તંત્ર દ્વારા 20 બસો મુકવામાં આવી છે.

બગદાણા ગુરુઆશ્રમમાં ભોજન પ્રસાદીનું અતિ મહત્વ રહેલું છે. ત્યારે બગદાણાના રસોડામાં 14 હજાર કિલો શુદ્ધ ઘીના લાડુનો પ્રસાદ, ૮થી૧૦ હજાર કિલો ગાંઠિયા, 6 હજાર કિલો ભાત, 4 હજાર કિલો દાળ તેમજ સાત હજાર કિલો શાકભાજી તથા રોટલી બનાવવામાં આવી છે. પરંપરા પ્રમાણે સૌ ભક્તજનો પંગતમાં બેસીને ભોજન પ્રસાદ લે છે. આ મહોત્સવની સફળતા માટે ગુરૃઆશ્રમનું સમગ્ર ટ્રસ્ટી મંડળ તેમજ 450 ગામોમાંથી આવેલા 4500 સ્વયંસેવક ભાઈઓ અને 2500 બહેનો ખડે પગે છે. આ સ્વંયસેવકો દર્શન, પાર્કીંગ, રસોડું, ચા-પાણી, સુરક્ષા જેવા અલગ અલગ સેવા કામોમાં જોડાયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ : ‘કોઈને કહ્યું તો જાનથી મારી નાંખીશ’ ત્યારે યુવકને ખ્યાલ આવ્યો કે મારું અપહરણ થયું હતું

Mayur

અમદાવાદ : ભાજપના કાર્યકર્તાની હત્યા પાછળ સાઈકલ ગ્રૂપના લોકો હોવાનું સામે આવ્યું

Mayur

સરદાર પટેલની વધુ એક મૂર્તિનું અનાવરણ કરવા માટે આ તારીખે પ્રધાનમંત્રી ગુજરાતમાં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!