ડોકટરો પાસે ઘણા દર્દીઓ પોતાની વિચિત્ર બિમારીઓ લઈને આવતા હોય છે, પણ કર્ણાટકના બાગલકોટમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ૫૮ વર્ષીય વ્યકિતને પેટ દર્દ અને ઊલ્ટીની સમસ્યા સાથે દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીના અલગ-અલગ ટેસ્ટ કરતા તેના પેટમાંથી ૧૮૭ સિક્કાઓ મળી આવ્યા હતાં.
પ્રાપ્ત થતી માહિતી મુજબ, દયમપ્પા નામનો વ્યકિત પેટમાં દુખાવા અને ઊલ્ટીની સમસ્યા સાથે કર્ણાટકના બાગલકોટની હોસ્પિટલમાં દાખલ થયો હતો. ડોકટરોએ તેની એન્ડોસ્કોપી અને એક્સ-રે કરતાં તેના પેટમાં કુલ ૧.૨ કિલોગ્રામના સિક્કાઓ મળી આવ્યા હતાં. ત્યારબાદ ત્રણ ડોકટરોની ટીમ દ્વારા તેની સર્જરી કરવામાં આવી હતી.
દયમપ્પાના પેટમાંથી રૂપિયા ૧,૨ અને ૫ના ૪૬૨ રૂપિયાના૧૮૭ સિક્કાઓ નીકાળવામાં આવ્યા હતાં. ડોકટરોના જણાવ્યા મુજબ, સિક્કા પેટમાં ફેલાઈ ગયા હોવાથી દર્દીનું ઓપરેશન ખુબ જ જટિલ હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, સિક્કાઓને કારણે દર્દીનું પેટ ફુગ્ગા જેવું ફૂલી ગયું હતું. દર્દી સિઝોફ્રેનિયાથી પીડાતો હોવાની જાણકારી તેમના પુત્રએ આપી હતી.
દર્દીના પુત્રએ જણાવ્યું કે, તેના પિતા માનસિક તણાવની પરિસ્થિતીનો સામનો કરી રહ્યા હતાં, પણ એ સાથે જ તેઓ પોતાના રોજિંદા કામ કરતા હતા. તેણે વધુમાં જણાવ્યું કે, તેના પિતાએ સિક્કા ગળવાની આદત વિશે ઘરમાં કોઈને વાત કરી નહતી પરંતુ, તેમને પેટમાં દુખાવો ઉપડતા તેમના પેટમાં ૧.૨ કિલોના સિક્કા હોવાનો ખુલાસો થયો હતો.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે