GSTV

બાદશાહનું નવું સોંગ આવારા રિલીઝ, ધમાકેદાર વીડિયો જોવા મળ્યો

ફેમસ રેપર બાદશાહે તેમનું નવું સોંગ આવારા રિલીઝ કર્યું છે. જે સફળતા દરમિયાન આવેલા ઉતાર-ચડાવ દર્શાવે છે. બાદશાહે હંમેશાં ઉભરતી પ્રતિભાને પ્રમોટ કરી છે. આ સોંગ મારફતે તેઓ નવોદિત કલાકાર રિત તલવારને મ્યુઝિક ક્ષેત્રમાં ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. બાદશાહ દ્વારા લિખિત અને રચિત આ સોંગ પર ખુદ બાદશાહ અને રિત તલવારે પરફોર્મ કર્યું છે.


આ સોંગ એ ગેમ ચેન્જર માટે છે જે મંઝીલ કરતાં વધારે સફરમાં ભરોસો રાખે છે. સંગીતમાં બાદશાહ દ્વારા આપવામાં આવેલા યોગદાનના બે મહત્વના પાસા એ છે કે તેમણે યુવાન રેપર્સની પેઢીને પ્રેરિત કરી છે. તેમણે પ્રભાવશાળી અને રિલેટેબલ સંગીત બનાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપ્યું છે.


આ સોંગની રિલીઝ અંગે વાત કરતાં બાદશાહે જણાવ્યું હતું કે મારા અનુભવોએ મારા સંગીતને આકાર આપ્યો છે. આ મારા દ્રારા કરવામાં આવેલી એક અભિવ્યક્તિ છે કે હું કયા સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છું. મને શ્રોતાઓનો આટલો પ્યાર અને આદર મળ્યા છે તેનાથી હું વધારે ખુશ છું.

READ ALSO

Related posts

અભિનેત્રી દિવ્યા ભટનાગરની તબિયત લથડી, કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ: હાલ વેન્ટિલેટર પર

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!