GSTV

IPL: જો આ વાતની ખબર ન પડી હોત તો આજે ધોનીને બદલે આ ખેલાડી ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન હોત

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નો ઇતિહાસ માત્ર 12 જ વર્ષ જૂનો જ છે, પરંતુ તેમ છતાં તે ઘણો વિશાળ છે. તેમાં ય મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો તો T-20 લીગની સૌથી સફળ ટીમ છે. ચેન્નાઈની ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની છે અને અત્યાર સુધી તેનો સુકાની મહેન્દ્રસિંહ ધોની જ રહ્યો છે. વચ્ચે બે વર્ષ પ્રતિબંધને કારણે ચેન્નાઈની ટીમ રમી શકી ન હતી.

ધોની ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદગી ન હતો

હવે ચેન્નાઈના ભૂતપૂર્વ ક્રિકેટર એસ. બદ્રીનાથે CSKનો ઇતિહાસ ફરીથી ઓપન કર્યો છે. તેણે એક એવો રહસ્યફોટ કર્યો છે જે જાણીને સૌને નવાઈ લાગશે. તેણે કહ્યું હતું કે આઇપીએલની પહેલી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહેન્દ્રસિંહ ધોની એ ટીમ મેનેજમેન્ટની પહેલી પસંદગી ન હતો, પરંતુ ભારતના જ એક અન્ય ખેલાડીને આ માટે પસંદ કર્યો હતો. કેપ્ટન તરીકે સીએસકેની પહેલી પસંદગી વીરેન્દ્ર સેહવાગ હતો

ટીમનો કેપ્ટન બનાવવાનું પસંદ કર્યું

એક ઇન્ટરવ્યૂમાં એસ. બદ્રીનાથે જણાવ્યું હતું કે, વર્ષ 2008માં ટીમ મેનેજમેન્ટ ધોનીને બદલે સેહવાગને ટીમનો કેપ્ટન બનાવવાનું પસંદ કર્યું હતું, પરંતુ ટીમના માલિક એન. શ્રીનિવાસનને ખબર પડી કે સેહવાગ તો તેની મૂળ ટીમ દિલ્હી ડેરડેવિલ્સ માટે રમવાનો છે, ત્યારે તેમણે ધોનીની પસંદગી કરી હતી. વીરેન્દ્ર સેહવાગ દિલ્હી માટે રમવાનો છે અને ખુદ સેહવાગ પણ આમ જ ઇચ્છે છે તેમ જાણ્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટે ધોનીને કેપ્ટન બનાવવાની યોજના ઘડી અને તેને 15 લાખ અમેરિકન ડોલર (એ સમયે છ કરોડ રૂપિયા)માં ખરીદી લીધો હતો.

આફ્રિકમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો

એ વખતે સેહવાગ બાદ મેનેજમેન્ટ માટે બીજો ઓપ્શન ધોની એટલા માટે હતો કેમ કે, IPLનો પ્રારંભ થયો તેના એક વર્ષ અગાઉ 2007માં ધોનીની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. તદ્ઉપરાંત પહેલી સિઝનમાં સેહવાગ, સચિન તેંડુલકર, યુવરાજ, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ આઇકોન પ્લેયર હતા જેને કોઈ ટીમ ખરીદી શકે તેમ ન હતી.

READ ALSO

Related posts

ઈન્કમટેક્સમાં 3 વખત ડેડલાઈનનો મળ્યો છે લાભ, હવે 30 સપ્ટેમ્બર સુધીમાં નહીં કરો આ કામ તો થશે 10 હજારનો દંડ

Karan

વીઝાની ઝંઝટમાંથી છૂટકારો, માત્ર પાસપોર્ટથી દુનિયાના આ 16 દેશોની કરો સફર

Ankita Trada

નુકશાન/ પાક નુકસાની અંગે કૃષિ મંત્રીનું મહત્વનું નિવેદન, રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!