GSTV
Home » News » Movie Review: ફિલ્મ નિહાળતા પહેલા વાંચી લો, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નો રિવ્યૂ

Movie Review: ફિલ્મ નિહાળતા પહેલા વાંચી લો, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નો રિવ્યૂ

રિવ્યૂ: ‘બદ્રીનાથ કી દૂલ્હનિયાં’ એક એવી ફિલ્મ છે, જેમાં સામાજિક સમસ્યાઓએ કરણ જોહરના તામઝામવાળા અંદાજમાં રજૂ કરવામાં આવી છે.

ફિલ્મની વાર્તા ઝાંસી અને કોટા જેવા નાના શહેરોની આસપાસ ફરે છે.  ફિલ્મમાં શાહુકારનો દિકરો બદ્રીનાથ (વરૂણ ધવન) તેના માટેની દુલ્હનની તલાશ કરી રહ્યો છે. તે વૈદેહીને (આલિયા ભટ્ટ) એક લગ્નમાં મળે છે. ત્યારબાદ બદ્રી વૈદેહી પટાવવા માટે તેની પાછળ પડી જાય છે. પરંતુ વૈદેહી લગ્ન કરવાના સમાજના દબાણ અને દહેજ પ્રથાની સામે ઝૂકવાનો સાફ ઇન્કાર કરે છે. નાના શહેરમાં રહેવા છતાં તેના પોતાના અલગ વિચારો અને અભિપ્રાયો છે જેને કારણે તે દરેકથી અલગ તરી આવે છે.

વૈદેહીનું પાત્ર આ ફિલ્મની તાકાત છે. તે અગ્રેસીવ હોવા છતાં રિયલ છે જો તેને પાછળ ધકેલવાનો ટ્રાય કરવામાં આવે તો પણ તે હિંમત કરીને આગળ આવે છે. તે સપનાઓ જુએ છે અને તેના સપનાનું જતન પણ કરે છે. અને કોઇના ઇમોશનલ બ્લેકમેલિંગમાં ફસાતી નથી. તેના પિતાને હાર્ટની બિમારી હોવા છતાં પણ!

વૈદેહીના પાત્ર દ્વારા ફિલ્મમાં કેટલાય સામાજિક મુદ્દાઓને બતાવવામાં આવ્યા છે જેવા કે સ્ત્રી-પુરુષ વચ્ચેનો ભેદ, ફેમિનિઝમ પરના વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પરંતુ ફિલ્મને એટલી મોર્ડન રીતે બનાવવામાં આવી છે કે આ મજા મરી જાય છે. ફિલ્મની સ્ટોરી એટલી પ્રીડિકટેબલ છે કે  2:30 કલાકની  ફિલ્મ તમને બોર કરી દેશે. પરંતુ ફિલ્મમાં એવા વન લાઇનર છે કે તેણે કારણે કેટલીય જગ્યા પર મજા આવી શકે છે

પરફોર્મન્સની જો વાત કરવામાં આવે તો વરૂણ અને આલિયા સ્ક્રીન પર શાનદાર લાગે છે. આ જોડી તમારા ચહેરા પર સ્માઇલ જરૂરથી લાવશે. બદ્રીના કેરેક્ટરને વરૂણે જસ્ટીટ આપ્યો છે. કેટલાક ઇમોશનલ સીન્સ તેણે બખૂબી નિભાવ્યા છે. આલિયાએ ફિલ્મમાં સિન્સિયર રોલ પ્લે કર્યો છે. પરંતુ તેની ઝાંસીની બોલીમાં ક્યારેક ક્યારેક જૂહુનો ટચ આવી જાય છે.

ફિલ્મના મ્યુઝિકની જો વાત કરીઓ તો ફિલ્મની રિલીઝ પહેલાથી સોંગ્સ પહેલેથી જ હિટ છે. તમ્મા તમ્મા અને બદ્રી કી દુલ્હિનયાં જેવા ડાન્સિંગ નંબર કે પછી રોકે ના રુકે જેવુ સેડ સોંગને ઓડિયન્સ ખૂબ પસંદ કરી રહી છે.

Related posts

PM Narendra Modi Movie Review : હકીકત કરતાં મોદીને સંત સ્વરૂપે દર્શાવે છે ફિલ્મ

Bansari

Movie Review : ફૂલ પૈસા વસૂલ અને કોમેડી-ડ્રામાની કૉકટેલ છે અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’

Bansari

કરણ જોહરના નામે વધુ એક ‘કલંક’, ટિકીટ ખરીદતા પહેલા વાંચી લો Student Of The Year 2નો Review

Bansari
Do NOT follow this link or you will be banned from the site!