GSTV
Gujarat Government Advertisement

બદ્રીનાથમાં ચારધામ યાત્રાની તૈયારીઓ, કરાશે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન

બદ્રીનાથ

Last Updated on June 6, 2020 by Bansari

કોરોના વાઈરસના કારણે લાગુ લોકડાઉનમાં તમામ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળ બંધ રહ્યા. હવે જ્યારે સરકારે 8 જૂનથી શરતો સાથે મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને શરતો સાથે ખોલવાની પરવાનગી આપી છે. ઉત્તરાખંડમાં પણ ચારધામ યાત્રાની તૈયારીઓ વધી રહી છે. બદ્રીનાથ મંદિરમાં પણ શરતોનું પાલન કરાવવા માટે વહીવટીતંત્ર તૈયારીઓ કરી રહ્યુ છે.

બદ્રીનાથ ધામમાં યાત્રાને લઈને મંદિર અને આસપાસના સ્થળોને સતત સેનિટાઈઝ કરવામાં આવી રહ્યુ છે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરાવવા માટે શ્રદ્ધાળુઓની જ્યાં લાંબી લાઈન લાગે છે ત્યાં પેઈન્ટ કરીને એક-એક મીટરના અંતરે રાઉન્ડ કરાઈ રહ્યા છે. માત્ર મંદિર પરિસર જ નહીં, પરંતુ મંદિર સુધી જનારા પગપાળા માર્ગ પર પણ શ્રદ્ધાળુઓ વચ્ચે એક-એક મીટરના અંતર નક્કી કરીને રાઉન્ડ બનાવાઈ રહ્યા છે.

બદ્રીનાથ મંદિરમાં શ્રદ્ધાળુ ક્યારથી દર્શન કરી શકશે, મંદિર વહીવટીતંત્ર તરફથી આ સંબંધિત કોઈ જાણકારી મળી શકી નથી. જોકે. તૈયારીઓને જોતા આશા લગાવાઈ રહી છે કે બાબા બદ્રીનાથના દ્વાર જલ્દી જ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઑફર/ સસ્તામાં દમદાર Smart TV ખરીદવાનો મોકો, રિયલમીથી લઇને સેમસંગ અને વનપ્લસ સુધીના છે ઓપ્શન

Bansari

Post Officeની આ સ્કીમમાં જમા કરો 199 રૂપિયા, મેચ્યોરિટી પર મળશે 3 લાખ 10 હજાર રૂપિયા

Damini Patel

CBSE : ધોરણ 10 અને 12ના રિઝલ્ટ તૈયાર કરવામાં ક્યાંય પણ તકલીફ કે મૂંઝવણ આવે આ નંબર પર કરો કોલ, હેલ્પલાઈન જાહેર કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!