GSTV

સ્પેનિશ ફિલ્મની કોપી કરી શાહરૂખે અમિતાભ માટે ફિલ્મ બનાવી, ટ્રેલર જોઈ આંખો પહોળી થઈ જશે

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન બાદ અમિતાભ બચ્ચનની બીજી ફિલ્મ બદલા રિલીઝ થશે. બીજી વખત તાપસી અને અમિતાભ એકસાથે કામ કરી રહ્યા છે. આ પહેલા હિટ ફિલ્મ પિંક આપી હતી. પિંક અને બદલા બંન્નેના કિરદારમાં અમિતાભ એક સરખા દેખાઈ રહ્યા છે. શાહરૂખ ખાનની રેડ ચિલીઝ પ્રોડક્શને ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. કહાની જેવી સુપર થ્રીલર ફિલ્મ આપનાર સુજોય ઘોષે ફિલ્મને ડાયરેક્ટર છે. ઓલરેડી ફિલ્મ સ્પેનિશ ફિલ્મની રિમેક છે.

સ્પેનિશની રિમેક

બદલા એક સ્પેનિશ ક્રાઈમ થ્રીલર ફિલ્મ કૉન્ત્રાતિએમ્પોની હિન્દી રિમેક બતાવાઈ રહી છે. 2017માં સ્પેનિશ ફિલ્મ રિલીઝ થઈ હતી. અંગ્રેજીમાં આ ફિલ્મને ધ ઈનવિઝિબલ ગેસ્ટના નામે રિલીઝ કરાઈ હતી. જો કે કૉન્ત્રાતિએમ્પોનો અર્થ દુર્ઘટના થાય છે. માત્ર હિન્દી નહીં ફિલ્મની કોરિયન અને ઈટાલીમાં પણ રિમેક બની રહી છે.

શું છે સ્પેનિશ વાર્તા ?

આ વાર્તા સ્પેનમાં બને છે. જ્યાં એક મહિલા બિઝનેસમેન પર અદાલતમાં એક કેસ ચાલે છે. આરોપ છે કે પોતાની પ્રેમિકાનું મર્ડર કર્યું છે. તમામ પ્રૂફ તેની વિરોધમાં છે. એવામાં તેનો વકિલ એક ડિફેન્સને હાયર કરે છે. એ મહિલા વકિલને મળવા આવે છે અને પહેલાથી આખી ઘટના કહે છે. વાર્તાની બીજી બાજુ માતા-પિતા છે જેમનો દિકરો છેલ્લા કેટલાય સમયથી ગાયબ છે. એ તેને શોધી રહ્યા છે કે ક્યારે મળે. તેમને એવો અંદેશો પણ લાગે છે કે દિકરો હવે આ દુનિયામાં હયાત નથી. કોઈ રીતે પોલીસને જાણ કરતા તેની હત્યામાં બિઝનેસમેનનો હાથ હોવાની ખબર પડે છે. આ બે વાર્તાઓ એક બીજામાં ગુંથાયેલી છે. શું છે બિઝનેસમેને ખરેખર પોતાની પ્રેમિકાને મારી છે. શું છે માતા પિતા પોતાના દિકરાની ભાળ મેળવી શકે છે ? શું છે પોતાનો બદલો પૂરો કરી શકશે ? એ ફિલ્મના અંતમાં ખ્યાલ આવી જશે.

ટ્રેલરનો રિવ્યુ

ફિલ્મના લીડ કલાકારોમાં માત્ર જેન્ડરનો બદલાવ કરવામાં આવ્યો છે તાપસીની જગ્યાએ અમિતાભ અને અમિતાભની જગ્યાએ તાપસી. વાર્તા, દુર્ઘટના આ બધું એક સરખુ જે રીતે સ્પેનિશ ફિલ્મમાં ફિલ્માવવામાં આવ્યું છે. તેવું જ છે. ફિલ્મનો સ્વભાવ થ્રીલર છે. બદલાનું ટ્રેલર જોતી વખતે અદ્દલ અમિતાભની જ વઝીર ફિલ્મનો પડછાયો મનમાં ઘૂંટાતો રહે છે. પણ કહાની થોડી અલગ હોવાથી અને જે લોકોએ સ્પેનિશ ફિલ્મ ન જોઈ હોય તો તેમના માટે આ ટ્રેલર નવું સવું લાગશે. ફિલ્મમાં અમિતાભ ગુપ્તા બાદલ રોયનો કિરદાર પ્લે કરી રહ્યા છે. જે પોતાના 40 વર્ષના કેરિયરમાં એક પણ કેસ હાર્યા નથી. જ્યાં તાપસીનું કેરેક્ટર રિચ વર્કિંગ લેડીનું છે. જેની એક દિકરી છે પતિ છે. આ સિવાય સાઉથના કલાકારો પણ નજર આવશે. ટોની લ્યૂક, અમૃતા સિંહ અને માનવ કૌલ જેવા કલાકારો છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ખાન પણ ફિલ્મમાં ગેસ્ટ રોલ કરશે.

સુજોયના હાથમાં કમાન

ફિલ્મના ડાયરેક્શનની કમાન સુજોય ઘોષના હાથમાં છે. જેણે આ પહેલા ઝંકાર બીટ્સ, કહાની, તીન અને કહાની 2 જવી ફિલ્મો બનાવી છે. સુજોયનું કહેવું છે કે અમિતાભના હિસાબે તેમને ફિલ્મનું મટીરીયલ યોગ્ય લાગ્યું. અમિતાભ જેવા મહાનાયક હોય એટલે તાપસી પણ ખુશખુશાલ થઈ રાઝી થઈ જ જવાની. સ્પેનિશ ઓરિજનલ ફિલ્મ ડાયરેક્ટરને પસંદ આવી એટલે તેમણે હિન્દીમાં બદલા નામે રિમેક બનાવી. કેરેક્ટર બદલી નાખ્યા. 14 જૂન 2018 ફિલ્મ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં શૂટિંગ શરૂ થઈ. જે હવે 8 માર્ચે ભારતમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર જોઈ તમે પોતે પણ થ્રીલરના એક પાર્ટ બની જાઓ.

READ ALSO

Related posts

ચમત્કાર / IVF ટેક્નોલોજીએ સર્જ્યો એક નવો રેકોર્ડ, દેશમા પહેલીવાર આ તકનીકનો ઉપયોગ કરીને ભેંસે આપ્યો બચ્ચાને જન્મ

Zainul Ansari

અતિ અગત્યનું/ આધારના નિયમોમાં થયો મોટો ફેરફાર, હવે માત્ર 3 રૂપિયામાં થઇ જશે તમારુ આ કામ

Vishvesh Dave

કામની વાત/ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર વિના પણ હવે ડાઉનલોડ કરી શકશો આધાર કાર્ડ, આટલી સરળ છે પ્રોસેસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!