GSTV
Gujarat Government Advertisement

IPL 2020નો શરમજનક રેકોર્ડ: દિલ્હી કેપિટલ્સના પ્રથમ ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા

Last Updated on November 6, 2020 by pratik shah

IPL 2020: આઇપીએલમાં ગમે ત્યારે ગમે તે બની શકે છે. આ સિઝનમાં શિખર ધવન જેવો બેટ્સમેન દીલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે જે સળંગ બે સદી ફટકારી ચૂક્યો છે. આઇપીએલના ઇતિહાસમાં તે એકમાત્ર બેટ્સમેન છે જે સળંગ બે સદી ફટકારી શક્યો હોય. જોકે ગુરુવારે દિલ્હીની ટીમે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.

IPL 2020

201ના ટાર્ગેટ સામે દિલ્હીની કંગાળ શરૂઆત

મુંબઈ ઇન્ડિયન્સ સામેની ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 201 રનનો ટારગેટ મળ્યો ત્યારે મેચમાં લડત રહેશે અને રોમાંચક મેચ બની રહેશે તેવી અટકળ થતી હતી પરંતુ દિલ્હીનો પ્રારંભ જ કંગાળ રહ્યો હતો. પહેલી ઓવરમાં જ ટ્રેન્ટ બોલ્ટે બે વિકેટ ખેરવી દીધી હતી. બીજી ઓવરમાં જસપ્રિત બુમરાહે ત્રીજી વિકેટ ઝડપી લીધી હતી. આમ બે ઓવરમાં તો દિલ્હીએ ત્રણ વિકેટ ગુમાવી દીધી અને તેના સ્કોરનું ખાતું પણ ખૂલ્યું ન હતું.

દિલ્હીના પ્રથમ 3 બેટધર ઝીરોમાં આઉટ

દિલ્હીના પ્રથમ ત્રણ બેટ્સમેન પૃથ્વી શો, શિખર ધવન અને અજિંક્ય રહાણે શૂન્ય પર આઉટ થયા હતા. આઇપીએલના ઇતિહાસમાં આ માત્ર બીજો પ્રસંગ છે જ્યારે ત્રણ મોખરાના બેટ્સમેન ખાતું ખોલાવી શક્યા ન હોય.

2009માં નોંધાયો હતો આ રેકોર્ડ

અગાઉ 2009ની ચોથી મેએ ડેક્કન ચાર્જર્સના ત્રણ ટોચના બેટ્સમેન ઝીરો પર આઉટ થયા હતા. ઓપનર એડમ ગિલક્રિસ્ટ અને હર્ષલ ગિબ્સ  ઉપરાંત વીવીએસ લક્ષ્મણ પણ શૂન્યમાં આઉટ થયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ઇસ્ટ લંડન (સાઉથ આફ્રિકા) ખાતે રમાયેલી આ મેચમાં ડેક્કન ચાર્જર્સને જીતવા માટે 179  રનનો ટારગેટ મળ્યો હતો પરંતુ આવી  કંગાળ શરૂઆત બાદ ડેક્કનની ટીમનો 78 રનથી પરાજય થયો હતો કેમ કે તેઓ માત્ર 100 રન કરી શક્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta

પ્રયાગરાજમાં ગંગા-યમુનાના દક્ષિણી છેડે મૃતદેહોને દફનાવવાની સંખ્યામાં વધારો, માટી ઉડતાની સાથે જ દુર્ગંધ ફેલાતા લોકોમાં ભય

Dhruv Brahmbhatt

આતંકવાદ મુદ્દે પાકિસ્તાનના પાડોશી દેશે જ તેને દેખાડ્યો અરીસો, સંભળાવી ખરીખોટી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!