GSTV
Home » News » jio યુઝર્સ માટે આવ્યા માઠાં સમાચાર, કોલ કરવા પર વસૂલાશે ચાર્જ

jio યુઝર્સ માટે આવ્યા માઠાં સમાચાર, કોલ કરવા પર વસૂલાશે ચાર્જ

jio fiber syndicated loan

ત્રણ વર્ષ પૂર્વે ભારતીય ટેલિકોમ જગતમાં ભારે દબદબાભેર એન્ટ્રી કરનાર મુકેશ અંબાણીના નેજા હેઠળની કંપની જિયો ઈન્ફોકોમના વપરાશકારો માટે આજે એક ખરાબ સમાચાર આવ્યા છે. જિયો હવે તેના ગ્રાહકો પાસેથી ટર્મિનેશન ચાર્જ વસૂલશે. એટલેકે હવે જિયો નંબરથી અન્ય નંબર પર કોલ કરવા પર કંપની તમારી પાસેથી ચાર્જ વસૂલશે. જિયોએ IUC પ્રકરણને મુદ્દે અંગે ટર્મિનેશન ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે.

TRAIએ 2017માં ઈન્ટરકનેકટ યુસેઝ ચાર્જિસ(IUC) પ્રતિ મિનિટ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યા હતા. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ મુકેલ પ્રસ્તાવમાં જાન્યુઆરી, 2020થી આ ચાર્જિસ નાબૂદ કરવાના હતા પરંતુ, હવે ટ્રાઈએ આ અંગે ફેરવિચારણા કરવાનું જણાવ્યું છે તેથી IUC પોલિસી બદલાતા કંપની ગ્રાહકો દ્વારા કરવામાં આવતા કોલ પર ચાર્જ વસૂલશે. કેટલો ચાર્જ ચૂકવવો પડશે ? જિયોથી અન્ય નેટવર્ક પર કોલ કરવા બદલ હવે ગ્રાહકોએ પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે. જોકે સામે પક્ષે જિયોથી જિયો કે અન્ય કોઈ લેન્ડલાઈન પર કોલ કરવા બદલ કોઈ પણ ચાર્જ જિયો નહિ વસૂલે.

IUC ચાર્જિસનો પણ તોડ રિલાયન્સ જિયો ઈન્ફોકોમે કાઢી લીધો છે. કંપનીએ કહ્યું કે આ ચાર્જિસનો ભાર યુઝર્સ પર ન પડે તે માટે 6 પૈસાના કોલ ચાર્જિસની સામે ગ્રાહકોને મોબાઈલ ડેટા આપવામાં આવશે. 2016થી અત્યાર સુધીમાં IUC ચાર્જ પેટે જિયોએ અન્ય પ્રતિદ્ધંધીને અંદજિત 13,500 કરોડ ચૂકવ્યા છે,જે ચાર્જિસ ગ્રાહકો પાસેથી વસૂલવાનો હતો પરંતુ, કોલિંગ સંપૂર્ણપણે ફ્રી આપવામાં આવે છે.

Read Also

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!