GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ફોન યુઝ કરવો તમારા ખિસ્સાને ભારે પડશે, ફરી આટલી વધશે ટેરિફ પ્લાનની કિંમત

vodafone

ટેલિકોમ ઇન્ડિસ્ટ્રી દ્વારા 2019ના વર્ષમાં ટેરિફની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. જેથી યુઝર્સના ખિસ્સા પર અસર થઇ છે. સાથે જ હવે ફરી એકવાર ટેલિકોમ કંપનીઓ પોતાના પ્લાન્સની કિંમત વધારી શકે છે.  વખતે કંપનીઓ 28 દિવસ સુધી ચાલતા પ્લાન્સની કિંમતો વધારી શકે છે.

તેવામાં યુઝર્સના ખિસ્સા પર આવનારા દિવસોમાં ભારણ વધશે તેવી સંભાવના છે. જો એવું થાય તો યુઝર્સ 28 દિવસના પ્લાનને છોડીને 84 દિવસની વેલીડીટી વાળો પ્લાન પસંદ કરી શકે છે. તેવામાં ફોન યુઝ કરવો તમારા ખિસ્સાને ભારે પડી શકે છે.

28 દિવસની વેલીડીટી વાળા પ્લાન્સની કિંમત વધશે

વિશ્લેષકોએ જણાવ્યા અનુસાર, રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાએ જે ટેરિફની કિંમતોમાં 12 ટકાથી લઇને 33 ટકા સુધીનો વધારો કર્યો હતો જે પૂરતો નથી. હલ 28 દિવસની વેલીડીટી વાળા અને 2 જીબી ડેટા વાળા પ્લાન્સની કિંમતમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેનાથી પ્લાનની કિંમત 148 રૂપિયા થઇ ગઇ છે.

નિષ્ણાતોએ જણાવ્યું કે ટેલિકોમ ઓપરેટર્સે 28 દિવસની વેલીડીટી વાળા પ્લાન્સ લૉન્ચ કરવા જોઇએ જે 5 જીબીથી લઇને 20 જીબી સુધી ડેટા ઉપલબ્ધ કરાવે છે. જો કંપનીઓ આ પ્રકારના પ્લાન્સ લૉન્ચ કરે તો તેની કિંમત 400 રૂપિયા સુધી થવાની સંભાવના છે. જ્યાં એક તરફ તેનાથી યુઝર્સના ખિસ્સા પર અસર થશે. ત્યાં બીજી તરફ તેનાથી કંપનીઓના ARPUમાં વધારો થઇ શકે છે.

Read Also

Related posts

કોરોનાના કેસો 57 લાખને પાર : આ 3 દેશો સૌથી વધુ પ્રભાવિત, રશિયામાં સંક્રમણ ચરમસીમાએ

Mansi Patel

ઓ બાપ રે… અમેરિકામાં 24 કલાકમાં નવા 19 હજાર કેસ અને 700નાં મોત, 62 હજાર તબીબો પોઝિટીવ

Ankita Trada

મફતમાં જમીનો મેળવનાર હોસ્પિટલો કોરોનામાં દર્દીઓની મફતમાં સારવાર કરે, સરકાર પાસે સુપ્રીમે માગ્યુ લિસ્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!