GSTV

હજારો શ્રદ્ધાળુઓ માટે માઠા સમાચાર, ઈતિહાસમાં પહેલીવાર કોરોનાને કારણે નહી યોજાય ખંડુજી મહાદેવનો મેળો

Last Updated on August 25, 2020 by Mansi Patel

કોરોના મહામારીના કારણે તહેવારો અને ઉત્સવો બંધ રહ્યા છે. એવામાં ઉત્તર ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે માઠા સમાચાર આવ્યા છે. મોડાસા તાલુકાના ઉમેદપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ ખંડુજી મહાદેવનો મેળો આ વર્ષે નહિ ભરાય તેવો નિર્ણય ગામ લોકો તેમજ ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.

ખંડુજી મહાદેવને પશુપતિ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી ભગવાન ખંડુજી મહાદેવ સમક્ષ પશુઓની સુખાકારી અને ખેડૂતોનું વર્ષ સારું જાય તે માટે માનતા માનવામાં આવે છે. જેને લઈને ઉત્તર ગુજરાતના પશુપાલકો અને ખેડૂતો પહેલા ઘી નો પ્રસાદ ખંડુજી મહાદેવને ભાદરવા મહિનાના બીજા રવિવારે અર્પણ કરતા હોય છે અને તે દિવસે ભવ્ય મેળો ભરાતો હોય છે.

જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં થી શ્રદ્ધાળુઓ ઉમંગ અને ઉત્સાહ સાથે ભગવાન ખંડુજી મહાદેવના દર્શન માટે ઉમટી પડતાં હોય છે.પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે મેળો ન યોજવા માટે નો નિર્ણય ઉમેદપુર ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇ સુપ્રસિદ્ધ ખંડુજી મહાદેવના મેળાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર ખંડુજી મહાદેવ નોમેળો નહિ યોજાય. જે ભગવાન ખંડુજી મહાદેવના હજારો શ્રદ્ધાળુઓ માટે માઠા સમાચાર છે.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!