GSTV
Gujarat Government Advertisement

કેરીના શોખીનો માટે ખરાબ સમાચાર, માવઠાના કારણે મોર ખરી જતા ઉત્પાદન પર થશે અસર

Last Updated on March 6, 2020 by Karan

કચ્છની કેસર કેરી (mango)જગવિખ્યાત છે ગત વર્ષે સારા વરસાદ થકી કચ્છમાં કેરી (mango) ના પાકમાં સારા મોર આવ્યા હતા. જોકે ચાલુ વર્ષે કમોસમી માવઠા અને ભારે પવનની ઝડપથી ફૂલ ખરી જતા નુકશાનની ભીતિ સેવાઈ છે. ઉપરાંત રોગની શકયતા જોતા ખેડૂતોને દવા છાંટકાવ પર ભાર મુકવા અનુરોધ કરાયો છે. ગત વર્ષે કચ્છમાં 178 ટકા વરસાદ થતાં 20 વર્ષનો સર્વાધિક આંબાનો પાક થયો હતો.

દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સારો મોર આંબાના પાકમાં જોવા મળ્યો હતો જો કે,ગત રોજ અબડાસા, લખપત, નખત્રાણા સહિત જિલ્લામાં આવેલા કમોસમી માવઠા અને પવનની ઝડપથી આંબાના મોર ખરી ગયા છે. શિયાળુ પાકની કાપણીની સિઝન ચાલુમાં છે, ત્યારે વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કેરીના (mango) પાકને આ વર્ષે ભારે નુક્સાન થવાની સંભાવના છે.

રાયડો, ધાણા, ઘઉં સહિતના રવિપાક હાલમાં વાઢવામાં આવી રહ્યા છે, તેવામાં કમોસમી માવઠાથી પાકને અસર પડી છે. ઉત્પાદિત માલમાં નુકશાની થઈ છે. ખેત પેદાશોના દિવસે દિવસે ભાવ વધી રહ્યા છે, જે સામે વળતર મળતું નથી, જેથી નાના ખેડૂતો પરેશાન છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!