દિવાળી પહેલાં ખેડૂતો માટે અાવ્યા ખરાબ સમાચાર, રવી સિઝનમાં પડશે મોટો ફટકો

નોન યૂરીયા  ખાતરોની મોંઘી આયાતથી ઘરેલુ બજારમાં ભાવ વધવાનું નક્કી છે. પોષણ યુક્ત ખાતર પર સરકારની ફિક્સ સબસીડી નીતિમાં સંશોધનની તાત્કાલીક જરૂર છે. જો સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં નહી આવે તો ખેતી પર મોંઘા ખાતરનો માર પડશે.  રવી સિઝનના મુખ્ય પાક ઘઉંનુ વાવેતર દિવાળી પછી વેગ પકડશે. ખેતીની ઘરેલુ જરૂરીયાતને પૂર્ણ કરવા માટે યૂરીયા વગરના ખાતરમાં ડીએપી, એમઓપી અને એનપીકે જેવા મિશ્રિત ખાતરોની આયાત કરવી પડે છે. યૂરીયાને બાદ કરતા બાકીના ખાતર પર સરકાર એક નિશ્ચિત સબસીડીની નીતિ અપનાવે છે. જેના કારણે ડીએપી, એમઓપી અને એનપીકેના ભાવમાં થોડો ઘણો ઉતાર ચડાવ બજારની માંગ અને પુરવઠાની દ્રષ્ટીએ આવતો રહે છે.

વર્તમાન સીઝનમાં ડોલરની સરખામણીએ રૂપિયો ઘટ્યો છે. જેની અસર ખાતરની આયાત પર પડી રહી છે.આયાત મોંઘી થઈ છે. નોન યૂરિયા ખાતરનું ઉત્પાદન કરતી ઘરેલુ કંપનીઓ તે વાત પર ચિંતિત છે કે સરકારને હજુ સુધી વર્ષ 2018-19 માટે પોષણ આધારીત ખાતર માટેની પોતાની ફિક્સ ડિપોઝીટ નીતિમાં કોઈ સંશોધન નથી કર્યુ. જેના કારણે કારખાનાએ ભાવમાં વધારો કરવો પડશે જેની અસર ખેતીના ઉત્પાદન ખર્ચ પર પડશે.

ડીએપીના રીટેલ ભાવમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે

એક અનુમાન અનુસાર ડીએપીના રીટેલ ભાવમાં 30 ટકા સુધીનો વધારો થઈ શકે છે, તેમજ એમઓપી અને એનપીકેના ભાવમાં 15 થી 60 ટકા સુધી વધારો થઈ શકે છે. ચાલુ રવી સીઝનમાં આ ભાવ વધારો ખેડૂતો પર ભારે પડી શકે છે. ડિએપીનો મુખ્ય કાચો માલ એમોનિયાના મૂલ્યમાં વર્ષ 2018-19ની બીજા ત્રિમાસિક ગાળામાં 700 રૂપિયા પ્રતિ ટન વૃધ્ધિ થઈ છે. આ પ્રકારે બધાજ પ્રકારના ખાતરનું ઉત્પાદન મુલ્ય વધ્યુ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter