GSTV

ક્લબહાઉસના યુઝર્સ માટે સૌથી ખરાબ સમાચાર: 3.8 અબજ યુઝર્સના ફોન નંબર આ સાઈટ પર વેચાયા, વાપરનારા ભરાઈ જશે

Last Updated on July 25, 2021 by Pravin Makwana

જો આપે પણ ઝડપથી પોપ્યુલારિટી મેળવનારી ક્લબહાઉસ એપનો ઉપયોગ કરો છો, તો આપના માટે ખરાબ સમાચાર આવ્યા છે. મુશ્કેલીઓ વધી શકે છે કે, કારણ કે ક્લબહાઉસના લાખો યુઝર્સના ફોન નંબર કથિત રીતે લીક થઈ ગયા છે અને ડાર્ક વેબ પર વેચી રહ્યા છે.આ વાતની જાણકારી સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ જિતેન જૈને આપી છે. જણાવી દઈએ કે, લોકપ્રિય ઓડિયો ચેટ એપના ડેટાસેટ ફક્ત મોબાઈલ નંબર દેખાડે છે અને અન્ય કોઈની જાણકારી બતાવતા નથી.

અગ્રણી સાયબર સિક્યુરિટી એક્સપર્ટ જીતેન જૈને ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “ક્લબહાઉસ યુઝર્સના 3.8 બિલિયન ફોન નંબર ડાર્કનેટ પર વેચાઇ રહ્યા છે. તેમાં એ યુઝર્સને ફોનબુકમાં સામેલ છે. જેને સિંક કરવામાં આવ્યા હતા. તેથી એવી સંભાવના છે કે તમારો નંબર પણ આ સૂચિમાં શામેલ થઈ શકે છે, પછી ભલે તમે ક્લબહાઉસમાં લોગ ઇન ન હોય.

જો કે, આ ઓડિયો ચેટે હજૂ સુધી આ કથિત ડેટા લીકની પુષ્ટિ કરી નથી. તે સ્વતંત્ર સુરક્ષા શોધકર્તા રાજશેખર રાજહરિયાએ આ કથિત ક્લબહાઉસ ડેટાને ફેક ગણાવ્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે, એક હૈકર કથિત રીતે ક્લબહાઉસના 3.8 બિલિયન ફોન નંબર વેચી રહ્યો છે. જે એક દમ ખોટી વાત છે. તેમાં ફક્ત કોઈના પણ નામ અને ફોટો સાથે મોબાઈલ નંબર દેખાઈ રહ્યા છે. ફોનનંબરનું લિસ્ટ સરળતાથી બનાવી શકાય છે.

આપને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં યુ.એસ.ની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ચેતવણી આપી હતી કે, આ એપ્લિકેશન યુઝર્સનો ઓડિઓ ડેટા ચીની સરકારને લીક કરી શકે છે. સ્ટેનફોર્ડ ઇન્ટરનેટ ઓબ્ઝર્વેટરી (એસઆઈઓ) એ દાવો કર્યો હતો કે રીંગ-ટાઇમ સગાઈ સોફ્ટવેરને પ્રદાન કરનાર શંઘાઇ સ્થિત એગોરાએ ક્લબહાઉસ એપ્લિકેશનને બેક-એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું હતું.

તાજેતરમાં, ક્લબહાઉસે જાહેરાત કરી હતી કે તે હવે બીટાની બહાર છે અને બધા માટે ખુલ્લું છે. કંપનીએ કહ્યું કે તેણે તેની વેઇટલિસ્ટ સિસ્ટમ દૂર કરી દીધી છે, જેથી કોઈ પણ મુશ્કેલી વિના પ્લેટફોર્મમાં જોડાઈ શકે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તેણે મેના મધ્યમાં એન્ડ્રોઇડ પર શરૂ કર્યા પછી સમુદાયમાં 1 મિલિયન લોકો ઉમેર્યા છે.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!