GSTV

બજાજના ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, આ બાઇક્સની કિંમતમાં વધારો

Last Updated on September 1, 2018 by Arohi

દેશની અગ્રણ્ય ટુ વ્હીલર કંપની બજાજે જણાવ્યું હતું કે તેની કંપનીની બાઈક્સની કિંમતમાં 1 સપ્ટેમ્બરથી વધારો થશે. આ વધારા પાછળનું કારણ જણાવતાં તે કહે છે કે માનનીય સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ કોઈપણ વાહન જ્યારે ખરીદવામાં આવે ત્યારે 5 વર્ષ સુધી થર્ડ પાર્ટી ઇન્સયોરન્સ ભરેલો હોવો જોઈએ.

આથી આ રકમનાં વધારાનાં લીધે 1 સપ્ટેમબરે કંપનીનાં વાહનો ટુ વ્હીલરની કિંમતમાં વધારો થશે. જેમાં ટુ વ્હીલરની ઓન રોડ કિંમતમાં 3000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે તેમ છે. તો કંપની આ પહેલાં પણ ફ્રી થર્ડ પાર્ટી ઇન્સયોરન્સ આપતી હતી. તેમજ તેઓ 2 વર્ષ સુધી ફ્રી સર્વિસ આપતા હતા.

તો કંપની આગળ જણાવે છે કે તેઓ સીટી 100, બજાજ ડિસ્કવર, પલ્સર, તેમજ પ્લેટિના જેવી બાઈક્સ પર 5 વર્ષની વોરંટી પણ આપતા હતા. જેમાં બજાજ પ્લ્સર આઈ 50માં 1600 રૂપિયા સુધીમાં વધારો, પલ્સર 160માં 8000 રૂપિયા સુધી વધારો, બજાજ પ્લેટિના 4000 રૂપિયા સુધી મોંઘું થઈ શકે છે.

ગ્રાહકો આજ રોજ જુના ભાવે બાઈક ખરીદી શકશે. જેનાં માટે આજે કંપનીનાં તમામ શો રૂમ રાત્રે 11 સુધી ખુલ્લા જોવા મળશે. ટુ વ્હીલર ખરીદનાર માટે હવે દર વર્ષે પ્રીમિયમની રકમ ભરવાંની ઝંઝટમાંથી મુક્તિ મળશે. જે પહેલાં સમયસર પ્રીમિયમ ન ભરાતાં તે પોલિસી એક્સ્પાયર થઈ જતી હતી.

 

Related posts

જાણવા જેવું / UN મહાસભામાં દર વખતે ક્યા દેશના રાષ્ટ્ર પ્રમુખનું હોય છે સૌ પ્રથમ ભાષણ? જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari

Proud / ભારતીય સેના માટે ‘દ્રોણાગિરી’ સાબિત થશે આ એરક્રાફ્ટ, ખાસિયતો જાણીને ચીન-પાકિસ્તાન પડી જશે ઢીલા

Pritesh Mehta

ભારતીય રેલ / રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! રેલવેએ નવી સેવા શરૂ કરી, હવે ટિકિટ બુકિંગ થયું ખૂબ જ સરળ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!