GSTV
India News Trending

સંસદના અત્યાર સુધીમાં 800થી વધુ કર્મચારી કોરોના સંક્રમિત, 31 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

તપાસમાં સંસદના 875 કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત મળી આવ્યા છે. બજેટ સત્ર શરૂ થવાના થોડા દિવસો પહેલા રવિવારે સૂત્રોએ આ માહિતી આપી હતી.

Venkaiah Naidu becomes 13th Vice-President of India: Here is all you need  to know about him | India News,The Indian Express

31મી જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર

સૂત્રોએ જણાવ્યું કે આ આંકડો મહામારીની ત્રીજી લહેર શરૂ થયા બાદ 20 જાન્યુઆરી સુધી કરવામાં આવેલી તપાસનો છે. સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે અને તેનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.

અત્યાર સુધીમાં 2,847 લોકોની કોરોના તપાસ

સૂત્રોએ જણાવ્યું કે સંસદમાં ત્રીજી લહેરની શરૂઆતથી અત્યાર સુધીમાં 2,847 તપાસ કરવામાં આવી છે અને તેમાંથી 875 લોકોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યસભા સચિવાલય દ્વારા કુલ પરીક્ષણોમાંથી 915 પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને 271 નમૂનાઓના પરીક્ષણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એક સાથે

સૂત્રોના જણાવ્યા અનુસાર કોવિડ સંબંધિત પ્રોટોકોલને અનુસરીને સત્ર હાથ ધરવામાં આવશે. તેમણે કહ્યું કે કોવિડના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી એકસાથે ચાલશે કે અલગ-અલગ પાળીમાં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ છે કોરોના સંક્રમિત

રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે. તેમને બીજી વખત કોવિડ-19નો ચેપ લાગ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે ટ્વિટ કર્યું, ‘ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આજે કોવિડ-19થી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે, તેઓ હાલ હૈદરાબાદમાં છે. તેમણે એક અઠવાડિયા માટે આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા અને સેલ્ફ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપી છે. તે બુધવારે ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લે તેવી શક્યતા નથી.

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV