GSTV

સરકારી બેંકોનું રિકેપિટાઈલાઈઝેશન અને લીધેલા પગલાંને કારણે થયો ફાયદો

Last Updated on July 17, 2019 by

સરકારે લીધેલા પગલાને કારણે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં કોમર્શિયલ બેંકોની એનપીએ ૧.૦૨ લાખ કરોડ રૃપિયાથી ઘટીને ૯.૩૪ લાખ કરોડ રૃપિયા થઇ છે તેમ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે આજે જણાવ્યું હતું.

નિર્મલા સિતારમણે રાજ્યસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે બેંકોની એનપીએ ઓળખવા માટે ટ્રાન્સપરન્સી, રિઝોલ્યુશન, સ્ટ્રેસ્ડ એેસેટમાંથી વેલ્યુની રિકવરી, પબ્લિક સેક્ટર બેંકોનું રિકેપિટલાઇઝેશન અને પબ્લિક સેક્ટર બેંકોમાં સુધારણા જેવા પગલા લીધા હતા. આ ઉપરાંત ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ(આઇબીસી)માં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.

ડિફોલ્ટીંગ કંપનીઓ પર અંકુશસ રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી વિલફૂલ ડિફોલ્ટર્સે દૂર રાખવા જેવા પગલા પણ લેવામાં આવ્યા છે. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ પગલાઓને કારણે કોમર્શિયલ બેંકોની એનપીએ ઘટીને ૧.૦૨ લાખ કરોડ રૃપિયાથી ઘટીને ૯.૩૪ લાખ કરોડ રૃપિયા થઇ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૧ લાખ રૃપિયાથી વધુની છેતરપિંડીના સૌથી વધુ કેસો આઇસીઆઇસીઆઇ બેંકમાં ૩૭૪, કોટક મહિન્દ્રા બેંકમાં ૩૩૮, એચડીએફસી બેંકમાં ૨૭૩, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૨૭૩, એક્સિસ બેંકમાં ૧૯૫ અને અમેરિકન એક્સપ્રેસ બેંકિંગ કોર્પોરેશનમાં ૧૯૦ કેસો નોંધવામાં આવ્યા હતાં.

અન્ય એક પ્રશ્રના જવાબમાં ૨૫ કરોડ રૃપિયાથી વધુની લોન નહીં ભરપાઇ કરનારા ૧૯૩૮ દેવાદારો છે. જો કે આરબીઆઇ એેક્ટ, ૧૯૩૪ મુજબ આવા દેવાદારોના નામ જાહેર કરી સકાય તેમ નથી તેમ નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!