GSTV

Eye Care Tips: આજે જ છોડી દો આ 7 ખરાબ આદતો, નહીંતર આંખે આવી શકે છે અંધાપો

Last Updated on October 13, 2021 by Pritesh Mehta

Eye Care Tips on World Sight Day: આંખો આપણા શરીરની સૌથી સંવેદનશીલ અને સુંદર ભાગ છે. આંખો વગર જીવનની કલ્પના કરવી પણ અઘરી લાગે છે. પરંતુ લોકો પોતાની ખોટી આદતોને કારણે પોતાની જ આંખોને નુકશાન પહોંચાડતા હોય છે. આંખોનું સ્વાસ્થ્ય જયારે ગંભીર સ્વરૂપ લે છે ત્યારે ધીરે ધીરે દેખાતું બંધ થાય છે અને આંખે અંધાપો પણ આવી શકે છે. એટલે જ આંખોની દેખરેખ રાખવી ખુબ જ જરૂરી છે. આજે અમે તમને તમારી પોતાની જ એવી કેટલીક ખત્તાબ આદતો અંગે જણાવી રહ્યા છીએ જે તમારે આજે જ સુધારી દેવી જોઈએ નહીંતર તમે દ્રષ્ટિ ગુમાવી શકો છો.

Eye

આંખોને નુકશાન પહોંચાડે છે આ ખરાબ આદતો

દર વર્ષ ઓક્ટોબરના બીજા ગુરુવારે વર્લ્ડ સાઈટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ તકે આજે અમે તમને આંખોને નુકશાન પહોંચાડતી તમારી એવી ખરાબ આદતો અને જણાવીશું જે તમારે સુધારવાની જરૂર છે.

આંખો મસળવી

આંખો ચોળવાની કે મસળવાની તમારી આદત તમારી આંખોને નુકશાન પહોંચાડી શકે છે. કારણ કે, આંખોની આસપાસ રહેલી રક્તવાહિનીઓ ખુબ જ નાજુક હોય છે અને આંખો મસળવાનો કારણે તેને ઘણું જ નુકશાન પહોંચી શકે છે. તેના લીધે તમારી આંખો નીચે કાળા ડાઘ કે આંખોમાં સોજો આવવો જેવી સમસ્યાઓ થઇ શકે છે. જે લોકો લાંબા સમય સુધી આંખો ચોળતા હોય છે તેમની આંખો લાંબા સમયે દ્રષ્ટિહીન થઇ શકે છે. આ સમસ્યાને Keratoconus કહે છે.

સનગ્લાસ ન પહેરવા

ઘા લોકો તડકાથી બચવા માટે સનગ્લાસિસ પહેરતા હોય છે અને તેને સ્ટાઈલિશ પણ મને છે. અને ઘણા લોકો આમ ન કરીને સાદું જીવન જીવતા હોવાનું ખુદને સમજાવતા હોય છે. પરંતુ આ આદત તમારી આંખો માટે ખૂબ જ હાનિકારક છે. કારણ કે, સૂર્યના હાનિકારક કિરણો આંખો અને પોપચા બંનેને નુકસાન પહોંચાડી શકે છે અને મોતિયા, પોપચાના કેન્સર, ફોટોકેરેટાઇટિસ, મેક્યુલર ડિજનરેશન વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

ધુમ્રપાન કરવું

એક રીસર્ચ મુજબ, મોતિયા, સૂકી આંખો, ડાયાબિટીક રેટિનોપેથી, યુવીટીસ જેવી આંખોની સમસ્યાઓ પાછળ ધુમ્રપાન મુખ્ય કારણ હોવાનું જાણવા મળ્યું છે. ધૂમ્રપાન કરનારાઓમાં દ્રષ્ટિ ગુમાવવાની શક્યતા ચાર ગણી વધારે હોય છે.

અયોગ્ય આહાર

આંખોને સ્વસ્થ રાખવા માટે વિવિધ વિટામિન્સ, મિનરલ્સ, ફેટી એસિડ્સ વગેરે જરૂરી છે. તેથી, ખોરાકમાં જુદા જુદા ફળો, લીલા પાંદડાવાળા શાકભાજી, માછલી વગેરેને શામેલ કરવાનું ચૂકશો નહીં.

પૂરતી ઊંઘ ન લેવી

જો તમને પૂરતી ઊંઘ ન મળે તો પણ તમને જોવામાં તકલીફ પડી શકે છે. કારણ કે, તમારી આંખના સ્નાયુઓને પૂરતો આરામ મળતો નથી અને તણાવ ને કારણે તેને નુકસાન થઇ શકે છે. આ સાથે, તમને આંખોમાં ડાર્ક સર્કલ, લાલ આંખો, આંખોમાં શુષ્કતા વગેરે જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

પૂરતું પાણી ન પીવું

રોજ પૂરતા પ્રમાણમાં પાણી ન પીવાને કારણે પણ તમારી આંખો નબળી પડવા લાગે છે. આંખની યોગ્ય સારસંભાળ માટે રોજના 2 થી 3 લિટર પાણી પીવું જોઈએ. તેને લીધે, આંખોમાં ભેજ જાળવી રાખે છે. તમારે વધારે પડતું મીઠું ખાવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારા શરીરમાં પાણીનો અભાવ થાય છે.

આંખની નિયમિત તપાસ ન કરાવવી

આ આદત સૌથી ખરાબ છે. કારણ કે, જ્યારે આંખની સમસ્યા ગંભીર હોય અથવા દ્રષ્ટિ નબળી પડી જાય ત્યારે સામાન્ય દ્રષ્ટિ મેળવવું અશક્ય બની જતું હોય છે.  એટલા માટે તમારે આંખનું નિયમિત રીતે ટેસ્ટ કરાવવા જોઈએ જેથી આંખની સંભાળ અને સારવાર યોગ્ય સમયે થઈ શકે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે આ રાશિની છોકરીઓ, બદલી નાંખે છે કિસ્મત

Bansari

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!