GSTV

ભારતમાં ટેલિકોમ સેક્ટરની કંપનીઓના ખરાબ દિવસો, આ વર્ષે 60 હજાર કર્મચારી…

Last Updated on October 23, 2018 by

ટેલિકોમ સેક્ટરમાં 60 હજાર લોકોની નોકરી પર સંકટ મંડરાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચાલુ વર્ષના અંત સુધીમા ટેલિકોમ સેક્ટરમાં 60 હજારથી વધુ લોકોને નોકરીમાંથી છૂટા કરાય તેવી સંભાવના છે. આ સેક્ટરમાં મર્જર કરનારી કંપનીઓ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ, ટાવર ફર્મ્સ અને ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડયેલા રીટેલ આર્મ્સ કર્મચારીઓને સૌથી વધુ ખતરો છે. જો ટેલિકોમ સેક્ટરમાં 60 હજાર લોકોની છટણી થશે તો તેની સૌથી વધારે અસર કસ્ટમર સપોર્ટ અને ફાયનાન્સિયલ સેગમેન્ટને પડશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બન્ને સેક્ટરમાં અંદાજે 8,000 અને 7,000 નોકરીઓ પર તલવાર લટકી રહી છે.

મહત્વનું છે કે

ટેલિકોમ સેક્ટરમાં ઘણા ઉદ્યોગપતિઓને અપશુકનિયાળ નીવડ્યું છે. તેમાં વિડિયોકોનનો પણ સમાવેશ કરી શકાય. એસબીઆઇએ તો લોન પરત આવવાની આશા ન લાગતા જાન્યુઆરી 2018માં ડિફોલ્ટિંગ લિસ્ટમાં નામ નાંખીને વિડિયોકોન સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. તો બીજી તરફ પહેલા HUTCH નામની ટેલીકોમ સેક્ટરની કંપનીને VODAFONE ગળી ગયું અને ત્યાર બાદ IDEA પણ હવે VODAFONEમાં મર્જર થઈ રહી છે. તો UNINOR પણ AIRTELમાં મર્જર થઈ ગઈ છે. ત્યારે અર્થશાસ્ત્રના નિયમનું અહીં ઉલટું પરિણામ આવી રહ્યું છે. કારણ કે અર્થશાસ્ત્રમાં કહેવાય છે કે જેમ કોઈ સેક્ટરમાં ઉપભોક્તા વધે છે તો તેની સાથે માર્કેટમાં વેચાણ કાર પણ વધે છે. અને હરિફાઈ પણ વધે છે. પરંતુ વિદેશી કંપનીઓના કારણે ભારતની સ્થાનિક ટેલિકોમ કંપનીઓનું અહીં વિલિનિકરણ થઈ જાય છે. તો કેટલીક કંપની પોતાનો રસ્તો બદલી અન્ય સેક્ટરમાં ઝંપલાવે છે.


તો આ તમામ ક્રિયા પ્રતિક્રિયાથી કંપનીના કર્મચારીઓને મોટી અસર થાય છે. કારણ કે પોતાના લોકોલ સ્ટોરમાં કામ કરતા કર્મચારીઓને એક સાથે છૂટા કરી દેવાઈ છે. જેમ કે હાલમાં IDEA કંપની VODAFONEમાં મર્જ થઈ ચૂકી છે. જેથી IDEAમાં કારમ કર્તા તમામ લાખોની સંખ્યાના કર્મચારીઓ એક સાથે બેરોજગાર બની જાય છે.

Related posts

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari

મહત્વનું: NCB અધિકારી સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશ્નરને લખ્યો પત્રો, ચોંકાવનારી વાતનો કર્યો ઉલ્લેખ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!